બારિયા પાલિકાના 22 કાઉન્સિલરોને ભેગા રાખી ભાજપનો માસ્ટર પ્લાન
દેવગઢ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 21મીએે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે : જિ. ભાજપ એક્શન મોડમાં
દેવગઢ બારિયા નગરપાલિકાની આગામી ૨૧મીએ યોજાનાર પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. જિલ્લા ભાજપના નેતાએ તમામ 22 ભાજપી કાઉન્સિલરોને ભેગાં કરી પાર્ટીનો મેન્ડેટ માથે ચડાવવાનો આદેશ કરતાં પ્રમુખ-ઉપપ્રમુખના દાવેદારો સહિત રાજકીય આગેવાનોમાં સોંપો પડી ગયો છે. છેલ્લા એક માસથી પ્રમુખ-ઉપપ્રમુખ માટેની રાજકીય ખેંચતાણને પગલે જિલ્લા ભાજપ દ્વારા માસ્ટર પ્લાન ખેલાયો હોવાની ચર્ચાઓ છે. તે સાથે આગામી મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ કોને મળશે તેના પર સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે.
દે.બારિયા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય જોડતોડ અને જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે. પ્રમુખ-ઉપપ્રમુખ પદના દાવેદારો દ્વારા રાજકીય લોબિંગ શરૂ કરી દેવાયું છે. કેટલાક રાજકીય ગોડફાધરોના શરણે પણ ગયા હતા. ભાજપી અને આયાતી ભાજપી પ્રમુખ-ઉપપ્રમુખનો મુદ્દો પણ ગરમાયો હતો. રાજ્ય ભાજપ પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલને પણ સ્થાનિક ભાજપી આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરી હતી. આ તમામ ઘટનાક્રમ અને રાજકીય પેંતરાબાજી વચ્ચે દાહોદ જિલ્લા ભાજપના નેતાએ 22 ભાજપી કાઉન્સિલરોની મિટિંગ કરી હતી. જેમાં ભાજપ પાર્ટીની ગાઈડલાઈન જણાવવામાં આવી હોવાના સમાચાર છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા પ્રમુખ- ઉપપ્રમુખ માટે જેને મેન્ડેટ આપવામાં આવે તે માથે ચડાવવાનો આદેશ કરાયો હતો.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed