બારિયામાં ફરાસ ખાનાના ગોડાઉનમાંથી ચાર્જિંગમાં મુકેલા બે મોબાઇલની ચોરી

  • મોબાઇલ ચોરતાં સુલીયાતના નોકર સીટીટીવીમાં કેદ

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

દાહોદ. દેવગઢ બારિયાના જાની ફળીયામાં રહેતા અને મંડપ ડેકોરેશનનો ધંધો કરતાં રાજેન્દ્રસિંહ ચૌહાણે તા.22 જૂલાઇએ રાત્રીના 10.30 વાગે વિવો કંપનીનો મોબાઇલ મંડપ ડેકોરેશન મુકવાના ગોડાઉનમાં ચાર્જીંગમાં મુક્યો હતો. ત્યારે તેમના નોકર હીતેશ ડામોરે પણ તેનો ઓપોનો મોબાઇલ ગોડાઉનમાં ચાર્જીંગમાં મુક્યો હતો. રાજેન્દ્રસિંહ ચૌહાણે ઘરે જતા રહ્યા હતા. ગોડાઉન ઉપર તેમના નોકરો તથા પાર્ટનર ઉત્કર્ષ સુભાષચંન્દ્ર પરીખ ઉંઘી રહ્યા હતા.

દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચાર્જીંગમાં મુકેલો રાજેન્દ્રભાઇનો 12,000 તથા નોકર હિતેશભાઇનો 10,000ના બન્ને મોબાઇલ ચોરી કરી લઇ ગયો હતો. ત્યારે રાત્રે જાગેલા ઉત્કર્ષ પરીખને ચાર્જીંગમાં મુકેલા મોબાઇલ જોવા ન મળતાં આ બાબતની જાણ તેમણે સવારે છ વાગ્યે રાજેન્દ્રભાઇને કરી હતી. જેથી રાજેન્દ્રભાઇએ ગોડાઉન ઉપર આવીને શોધખોળ કરી હતી અને ગોડાઉનમાં સીસી ટીવીના ફુટેજ જોતાં તેમાં મંડપમાં કામ કરવા માટે એક મહિનાથી તેમના ત્યાં રોકાયેલ સુલીયાત ગામનો નવિન ભરત ડામોર મોબાઇલની ચોરી કરતાં જણાતા તેને બોલાવી પુછપરછ કરી હતી અને આ બન્ને મોબાઇલ ચોરી કરી હોવાનું કબુલાત કરી બન્ને મોબાઇલ રાજેન્દ્રભાઇને પરત આપ્યા હતા. આ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: