બર્ડ વોચિંગ: દાહોદમાં અલભ્ય આલ્બિનો ડેબચીક બતક જોવા મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક

ખૂબ દુર્લભ એવી ‘આલ્બિનો ડક’ જોવા મળી

  • રંગસૂત્રોની ખામીના લીધે શ્વેતરંગી બતકની હાજરી ગુજરાતમાં સંભવિત પ્રથમ વખત નોંધાઈ

શિયાળાની ઋતુમાં બર્ડ વોચિંગ કરવા નીકળેલ દાહોદના પ્રકૃતિપ્રેમીઓને આ વિસ્તારમાં ખૂબ કોમન ગણાતી ડૂબકી બતક (ડેબચીક)માં ખૂબ દુર્લભ એવી ‘આલ્બિનો ડક’ જોવા મળી હતી. દાહોદમાં પર્યાવરણ સંવર્ધનના ક્ષેત્રે સાડા ત્રણ દાયકાથી કાર્યરત સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળના પક્ષી નિરીક્ષણમાં રસ ધરાવતા સભ્યોને તા.23મીની સવારે આલ્બિનો ડક નિહાળવાનો અનાયાસ લાભ મળતા તેઓ રોમાંચિત થઈ ઉઠ્યાં હતા. દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જંગલઝાડીઓ કે નદીતળાવોના નૈસર્ગિક વાતાવરણમાં દેશવિદેશથી અનેક પક્ષીઓ આવે છે. ત્યારે પ્રકૃતિપ્રેમીઓ પક્ષી નિરીક્ષણ માટે જે તે સ્થળોની મુલાકાતે જતા હોય છે.

તે અંતર્ગત પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો ધર્મેન્દ્ર ખત્રી, અકિલ ખરોદાવાલા, રુદ્ર ખત્રી વગેરે પક્ષીવિદ્દો તા.23મીના રોજ વહેલી સવારે દાહોદ નજીકના મોટી ખરજ વિસ્તારમાં આવેલ એક તળાવમાં તેની આસપાસના વિસ્તારમાં વિહરતા પક્ષીઓ જોવા નીકળ્યા હતા. ત્યારે સાવ અચાનક તેમને રંગબેરંગી પક્ષીઓ જોતી વખતે તળાવમાં તરતી સેંકડો બતકો પૈકી તદ્દન સફેદ રંગની બતક દેખાતા આશ્ચર્યચકિત થયાં હતાં. સામાન્ય રીતે રતાશ પડતું માથું અને આછાં કાળા રંગની પીઠ ધરાવતી નાની ડૂબકી બતક બદલે નોંધાયેલી દુર્લભ એવી આ સફેદ બતક (આલ્બિનો ડક), પ્રકૃતિ વિષયક તજજ્ઞોના મતે આ પંથકમાં જ નહીં, બલ્કે ગુજરાતભરમાં પણ પ્રથમ જ વખત નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

કોમન ડેબચીકમાં આિલ્બનો પ્રથમ વાર નોંધાઇ
ડૂબકી બતક (ડેબચીક અથવા લીટલ ગ્રેબ) તરીકે ઓળખાતી અને સાર્વત્રિક, ખૂબ સામાન્ય જોવાતી આ સ્થાનિક બતક જાતની સૌથી નાની બતક છે. જો કે આવી આલ્બિનો બતક, દાહોદ વિસ્તારમાં પહેલી જ વાર નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દો દ્વારા ભૂતકાળમાં આલ્બિનો કોબ્રા અને સેમી આલ્બિનો ક્રેટ રેસ્કયુ કરાયા હતા. – અજય દેસાઈ, પક્ષીવિદ્દ
આિલ્બનો એ શું છે?
આલ્બિનીઝમ (રંગસૂત્રોની ખામી)ના કારણે ચામડીમાં મેલેનીન નામે દ્રવ્યના અભાવના લીધે શ્વેત અને પટા રહિત એવી તદ્દન સફેદ રંગની ત્વચા અને એવા જ શ્વેત વાળ અને લાલ આંખ ધરાવતો સજીવ આલ્બિનો ગણાય છે. આવા જીવો સૂર્યપ્રકાશમાં દસ મિનિટથી વધુ લાંબો સમય ખુલ્લી ત્વચા રાખીને ફરી નથી શકતા.


Related News

Comments are Closed

%d bloggers like this: