બર્ડફ્લુની દહેશત: તળાવો-ફાર્મ પર 10 ટીમો ચાંપતી નજર રાખશે, ફાર્મ હાઉસ પર લોકોને કામ અંગેની માહિતી અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિલ્લામાં 18 ફાર્મમાં 25254 મરઘીઓ છે
ગુજરાત રાજ્યના કેટલાંક વિભાગ સાથે જિલ્લાના પાડોશી રાજ્યના ઝાબુઆમાં પણ બર્ડ ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે દાહોદ જિલ્લા વહિવટી તંત્ર પણ ગંભીર બન્યુ છે. માટે દસ ટીમો બનાવીને દાહોદ જિલ્લામાં આવેલા મરઘા ફાર્મ હાઉસ અને તળાવો ઉપર યાયાવર પક્ષીઓ ઉપર નજર રાખી રહ્યું છે.
પશુ પાલન વિભાગે વન વિભાગનો સંપર્ક સાધીને સંકલનમાં રહેવા જણાવ્યુ છે. કલેક્ટર વીજય ખરાડીએ જણાવ્યુ હતું કે, દાહોદ જિલ્લામાં ઘનિષ્ઠ મરઘા ઘટકના ચાર ફાર્મમાં 6054 અને અન્ય 14 ફાર્મમાં 19200 મરઘા છે. જિલ્લામાં અત્યાર સુધી કોઇ બર્ડફ્લુથી પક્ષી મરણની ઘટના સામે આવી નથી. આ ઉપરાંત ફાર્મ હાઉસો ઉપર કામ કરતાં લોકોને શું કરવું, શું ન કરવું તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed