બજેટ: દાહોદ નગરપાલિકાનું 76 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 5 કરોડ 91 લાખની પુરાંત વાળુ બજેટ મંજૂર

દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા બુધવારે મળી હતી.જેમા આગામી નાણાંકીય વર્ષનુ બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.રુ 5,91,78,231ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ પરંતુ હોદ્દેદારોની ચુંટણી પછીની પ્રથમ સભામા જ સવાલો ઉભા થયા છે.

પાલિકામા આગામી વર્ષમા કુ આવક રુ82,90,32,231 નુ અનુમાન છે.તેની સામે રુ 76,98,45,000 ના ખર્ચનો અંદાજ છે.આમ 5,91,78,231 રુની પુરાંત વાળુ નફાકારક બજેટ પસાર કરવામા આવ્યુ છે.

પાલિકા પ્રમુખે બજેટ રજૂ કર્યુ પરંતુ બજેટની નકલ ચૂંટાયેલા સભ્યોને જ આપવામા આવી ન હતી.જેથી ભાજપના જ સભ્ય દિપેશ લાલપુરવાલાએ બજેટની માગણી કરી હતી.એક તબકકે ચીફ ઓફિસરે જાહેરાત જણાવ્યુ હતુ કે તે સિક્રેટ છે પરંતુ પળ પારખી જતા તેઓ સભ્યોને નકલ આપવા સંમત થયા હતા ત્યારે ઈન્ટરનેટના યુગમા દાહોદ પાલિકાના સત્તાધીશો બજેટ ને સભ્યોથી જ સિક્રેટ કેમ રાખવા માગે છે.

આ બજેટમા રસ્તાના કામ માટે કુલ રુ 5 કરોડ 80 લાખ ફાળવાયા છે. વરસાદથી રસ્તાને નુકસાન થાય તેના માટે પણ 2.80 કરોડની જોગવાઈ કરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: