બજેટ: દાહોદ જિલ્લા પંચાયતનું 1819 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર, સભાખંડમાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ જિલ્લા પંચાયતનું પુંરાતલક્ષી બજેટ મંજૂર - Divya Bhaskar

દાહોદ જિલ્લા પંચાયતનું પુંરાતલક્ષી બજેટ મંજૂર

  • વિવિધ સમિતિઓની રચના બાકી રાખવામા આવી

દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી.જેમા 421.48 કરોડની પુરાંત વાળુ બજેટ મંજૂર કરવામા આવ્યુ હતુ પરંતુ સમિતિઓની રચના ન કરાતાં ઘણા ની મન ની મનમા રહી ગઈ છે.કોરોના કાળમા સભાખંડ હકડેઠઠ ભરાઈ જતાં સોશ્યલ ડીસ્ટન્સનુ સહેજ પણ પાલન થયૂ ન હતુ.

દાહોદ જિલ્લા પંચાયતમા હોદ્દેદારોની નિમણુંક બાદ બીજી સામાન્ય સભા શુક્રવારે મળી હતી.જેમા પ્રમુખે વર્ષ 2021-22નુ બજેટ રજુ કર્યુ હતુ.આ નાણાંકીય વર્ષમા જિલ્લા પંચાયતને કુલ 2241.23 કરોડ રાની આવક થવાનો અંદાજ છે.તેની સામે 1819.75 કરોડનો ખર્ચ થવાનુ અનુમાન છે.આમ કુલ 421.48 કરોડ રુ.ની પુરાત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામા આવ્યુ હતુ.

આ સિવાય આ સભામા કારોબારી, બાંધકામ ,આરોગ્ય, શિક્ષણ, સામાજિક ન્યાય,અપીલ,ઉત્પાદન, સહકાર અને સિંચાઈ તેમજ મહિલા,બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ મળી કુલ 8 સમિતિઓની રચના કરવાની હતી.કોઈ કારણે હાલ પુરતી આ રચના ટાળી દેવામા આવી છે.જેથી મલાઈદાર ચેરમેન પદના સપના જોનારામા નિરાશા વ્યાપી ગઈ છે.

જો કે સૌથી મહત્વની કારોબારી સમિતિના ચેરમેન પહેલા જ જાહેર કરી દેવાયા છે.આમ જિલ્લા પંચાયતમા 50 માથી ભાજપના જ 43 સભ્યો ચૂંટાયા છે ત્યારે અસંતોષ ફાટી ન નીકળે તેવા હેતુથી મોવડી મંડળ ફુંકી ફૂંકીને પગલાં ભરી રહ્યુ છે.

આજની સભા જિલ્લા પંચાયતના સભાખંડ મા યોજાઈ હતી.આ સભાખંડ કોરોના કાળમા ખીચોખીચ ભરાઈ ગયો હતો.તમામે માસ્ક પહેર્યા હતા પરંતુ સામાજિક અંતર નામ પુરતુ પણ જળવાયુ ન હતુ.જેથી સભા કોરોના કાળમા ડીઆરડીએના હોલમા રાખવી જોઈએ તેવી ચર્ચા સભ્યો મા થતી હતી.કારણ કે સભાખંડમા ખુરશીઓ ખુટી પડતા કેટલાક કર્મચારીઓએ સભ્યો માટે ખુરશીઓ ખાલી કરવી પડી હતી.પરિણામે કર્મચારીઓએ મજબુરીમા ઉભા ઉભા કામગીરી કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: