બચાવ કાર્ય: ધાનપુર બજારમાંથી કતલખાને લઇ જવાતા 5 પશુઓ સાથે એક ઝડપાયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 1.50 લાખના પશુઓ મળી 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત
  • બારિયાના કાપડી વિસ્તારના બે અને મ.પ્ર.ના એક સામે ગુનો

પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી. એમ.એસ.ભરાડા તરફથી આંતરરાજ્ય પશુઓની હેરાફેરી ઉપર રોક લગાવવા આવા વ્યક્તિઓ ઉપર નજર રાખી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને દાહોદ એસ.પી. હીતેશ જોયસરે જીલ્લાની આંતરરાજ્ય સરહદો ઉપરની હેરાફેરી ઉપર જરૂરી વોચ તપાસ તેમજ નાકાબંધી કરી આવી ગે.કા.રીતેની હેરાફેરી રોકવા સુચના કરેલ જે સુચના અનુસંધાને લીમખેડા ડીવાયએસપી ડો. કાનન દેસાઇએ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કર્યુ હતું. જેમા સીપીઆઇ દેવગઢ બારિયાએ પણ જરૂરી સુચનાઓ આપતા ધાનપુર પી.એસ.આઇ. બી.એમ. પટેલ તથા સ્ટાફના ધાનપુરમાં પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ધાનપુર બજારમાં વોચ ગોઢવી GJ-06-X-5153 નંબરની પીકઅપ ગાડીમાં ક્રુરતાપુર્વક ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર ખીચોખીચ રીતે દોરડાથી બાંધીને દેવગઢ બારીઆથી એમ.પી.ના ભાભરા તરફ લઇ જવાતી 5 ભેંસો જેની કિંમત રૂા.1,50,000 તથા પીકઅપ ગાડી જેની કિંમત રૂા.4,00,000 મળી કુલ રૂા. 5,50,000 મુદામાલ સાથે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં રહેતા 21 વર્ષિય અનિરૂધ્ધ જગદીશ વાધેલા (મુસ્લીમ)ને ઝડપી પાડ્યો હતો. તેમજ ભેસો ભરી આપનાર કાપડી વિસ્તારના જ ઇસ્તીયાજ ઇસ્માઇલ ચાંદા તથા ભેસો મંગાવનાર મધ્યપ્રદેશના ભાભરા બાગ ગામના વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ હતી

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: