ફાયરિંગ: દાહોદના ગરબાડા નીમચ ઘાટી પરથી બાઇક લઇને પસાર થતાં વેપારીને અજાણ્યા શખ્સોએ પાછળથી ગોળી મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેપારીને પીઠ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી ગરબાડા પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેંકિગ હાથ ધર્યુ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. વેપારી અને ત્યાં કામ કરતો વ્યક્તિ જ્યારે બાઇલ લઇને પસાર થઇ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો દ્વારા બે રાઉન્ડમાં ફાયરિંગ કરતાં વેપારીને હાથમાં અને પાછળના ભાગે ગોળી વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વેપારીને ગરબાડા પોલીસ દ્વારા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બે શખ્સોએ બે રાઉન્ડમાં ફાયરિંગ કર્યું મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ગામના અનાજના વેપારી માણેકલાલ ઉકરજી રાઠોડ અને પોતાનો માણસ કિલુભાઈ બારીયા આજે વહેલી સવારે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર સામાન લેવા આવતા હતા. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડાના નીમચ ઘાટી પરથી પસાર થતાં ગરબાડાના ગુલબાર ગામે બાઇક પર આવેલ બે શખ્સોએ બે રાઉન્ડમાં ફાયરિંગ કરતાં પાછળ બેઠેલા વેપારીને હાથના અને પીઠના ભાગે ગોળી વાગી હતી.

ઈજાગ્રસ્ત વેપારી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાઇની પાછળ બેઠેલા વેપારીને ગોળી વાગતાં બાઇર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બંન્ને રોડ વચ્ચે ઢળી પડ્યા હતા. તેમણે પોલીસને જાણ કરતાં ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત વેપારી માણેકલાલ રાઠોડને દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શખ્સો દ્વારા ફાયરિંગ જ કરાયું કોઇ લુંટ ના કરાઇ વેપારીનું બાઇક ચલાવનાર કીલુભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, ફાયરીંગ કરનાર શખ્સો દ્વારા કોઈ લુંટ કરવામાં આવી નથી. ફાયરીંગ કર્યા બાદ તેઓ નાસી ગયાં હતાં. જ્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગરબાડા પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેંકિગ હાથ ધર્યુ છે અને ફાયરીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: