ફરી કોરોના વકર્યો: ​​​​​​​દાહોદ જિલ્લામાં વધુ એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અગાઉ બારીયા અને લીમડીના ત્રણ શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો લીમડીની જીવન જ્યોત શાળાના એક શિક્ષકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ

દાહોદ જિલ્લામાં અગાઉ બે શાળાઓમાં બે શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે ફરી ઝાલોદ તાલુકાના લીમડી નગરની વધુ એક શાળામાં શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં શાળા સંકુલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અગાઉ દેવગઢ બારીયાની એસ.આર.હાઈસ્કૂલ અને ઝાલોદ તાલુકાની લીમડી નગરની એક શાળામાં શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ આ બંન્ને શાળાઓના તમામ સ્ટાફ મિત્રોનો કોરોના ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરીવાર ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ ખાનગી શાળા જીવન જ્યોત વિદ્યાલયમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની ખબરો સાથે જ શાળામાં ભય સહિત ફફડાટ ફેલાયો હતો.

આ શિક્ષકના સંપર્કમાં આવેલા લોકોના પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ લેવાની કામગીરી આરંભ કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર શાળા સંકુલમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઈઝ સહિતની કામગીરી આરંભી દેવાઈ છે. શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેવા સમાચાર મળતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: