ફરિયાદ: સગીરાનું અપહરણ કરતાં વેડના યુવક સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી

ધાનપુર તાલુકાના એક ગામની 16 વર્ષ અને 6 મહિનાની સગીરા તા.5 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરથી થોડે દૂર શૌચક્રિયા માટે ગઇ હતી. તે દરમિયાન તાલુકાના વેડ ગામનો મીતેશ કિશોર ચૌહાણ સગીરાને પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ભગાડી ગયો હતો. મોડે સુધી સગીરા ઘરે નહી આવતાં પરિવારજનોએ આજુબાજુમાં અને ગામમાં શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન વેડ ગામનો મીતેશ કિશોર ચૌહાણ પોતાની પત્ની તરીકે રાખવા માટે સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સગીરાના પિતાએ મીતેશ ચૌહાણ વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: