ફરિયાદ: વગેલા ગામે પત્નીને આવતાં મોડું થતાં પતિએ લાકડી મારી ઇજા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહિલાએ પતિ વિરુદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વગેલા ગામે કામ અર્થે બજાર ગયેલી પત્નીને ઘરે આવતાં મોડુ થઇ જતાં રોષે ભરાયેલા પતિએ લાકડી મારી માથુ ફોડી ઘાયલ કરી હતી. આ સંદર્ભે પતિ વિરૂદ્ધ ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદના ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેડા ફળિયામાં રહેતા હુડીબેન ડામોર સોમવારે સવારે નવેક વાગે ઝાલોદ બજારમાં ઘરનો સરસામાન લેવા તથા મકાઇ દળાવવા ગઇ હતી. પરત ઘરે આવતાં મોડુ થઇ જતાં ઘરે બેઠેલા પતિ હિરા ડામોરે તેને પુછેલ કે તુ આટલી મોડી કેમ આવી તેમ પૂછતાં વગેલા આવવા ગાડી નહીં મળતાં મોડુ થઇ ગયું તેમ કહ્યું હતું. આથી પતિ હિરાભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ પત્ની હુડીબેનનના હાથમાંથી લોટ અને સરસામાન ફેંકી દીધો હતો અને માથાના ભાગે લાકડી મારી લોહીલુહાણ કરી ઇજા પહોંચાડી હતી. દરમિયાન હુડીબેનના કુટુંબી જેઠ પારસીંગભાઇ ડામોરે વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા. બાદ ઇજાગ્રસ્ત હુડીબેનને ઝાલોદના સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ સંદર્ભે હુડીબેને પતિ હિરાભાઇ વિરુદ્ધ ઝાલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: