ફરિયાદ: મેલણીયામાં ડમ્પરની ટક્કરે બસને નુકસાન થતાં ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- ડમ્પરનો ચાલક વાહન મુકી ફરાર
ઝાલોદ તાલુકાના ટાંન્ડી ગામમાં રહેતા અને એસ.ટી. વિભાગમાં ડ્રાઇવરની નોકરી કરતાં રમેશભાઇ પુજાભાઇ દહમા ગતરોજ ઝાલોદ ડેપોની જીજે-18-જેડ-4402 નંબરની એસ.ટી. બસમાં કંડક્ટર દશરથસિંહ મોહનસિંહ રાઠોડ ઝાલોદ સુરત (રામનગર) બસ લઇને સુરતથી ઝાલોદ આવતા હતા. ત્યારે ગતરોજ વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં ઝાલોદ નજીક મેલણીયા ગામે હાઇવે ઉપર સામેથી આવતુ એક બાર વીલરના જીજે-09-એયુ-2121 નંબરના ડમ્ફરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે રંગારી રોંગ સાઇડમાં આવી એસ.ટી. બસને ટક્કર મારવામાં આવી હતી. જેમાં એસ.ટી. બસને અંદાજે 25,000 રૂપિયાનું નુકસાન થયું હતું. અકસ્માત સર્જી ડમ્ફરનો ચાલક પોતાનું વાહન મુકી ભાગી ગયો હતો. આ બાબતે બસના ડ્રાઇવર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Related News
મહિલા શક્તિને નમન: અભલોડ ગામની આદિવાસી મહિલાઓ પગરખાં બનાવી પગભર થવાની દિશામાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા41 મિનિટ પહેલાલેખક:Read More
અકસ્માત: ગરબાડામાં વાહનની ટક્કરે ઘાયલ બાઇક ચાલકનું મોત, નવાનગરના ભાઇ બહેન બાઇક પર ગાંગરડા જતા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલાRead More
Comments are Closed