ફરિયાદ: ભુરા ફળીયામાં ઘાસ કાપવા તકરાર થતાં કાકા-ભત્રીજાઓ વચ્ચે હુમલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ધાનપુરમાં પિતરાઇ ભાઇઓએ કાકાને લાકડીથી માર માર્યો

ધાનપુર તાલુકાના ભુરા ફળીયા ગામના વસનાભાઇ ભાવલાભાઇ ગોહરી તથા તેમની પત્નીને ફળિયામાં રહેતા તેમના કુટુંબી પિતરાઇ ભાઇના છોકરાઓ કેશવાભાઇ ગોહરી, ધનજીભાઇ ગોહરી, નારણભાઇ ગોહરી તથા શંકરભાઇ ગોહરી તેમના ઘરેથી કહેતા હતા કે તુ અમારા ખેતરમાંથી ઘાસ કેમ કાપી લાવે છે અને બકરા કેમ ચરાવો છો તેમ કહી બિભત્સ ગાળો બોલી આજે તો તુ હાથ લાગી ગયો છે તને જીવતો છોડવાનો નથી તેમ કહી કેશવા તથા ધનજીએ હાથમાંની લાકડી વસનાભાઇને બરડા તથા કમરમાં મારી તેમજ નારણ ગોહરી ચેઇન અને શંકર ગોહરી લાકડી બંને પગો ઉપર મારી જતા રહ્યા હતા.

વસનાભાઇનો છોકરો વરઝેર ગામે કલરનું કામ કરી પરત આવતાં તેના પિતાને ઘરની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા જોતા તાત્કાલિક દાહોદ સરકારી દવાખાને લઇ ગયા હતા. નારણભાઇને તું અમારા ખેતરમાંથી ઘાસ કેમ કાપી લાવેલ છે અને બકરા કેમ ચરાવો છે તેમ કહી ગાળો બોલી વસના ગોહરીએ નાનંુ દાતરડું નારણભાઇના હાથના અંગુઠામાં મારી ઇજા કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સંદર્ભે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: