ફરિયાદ: બારિયા-સંજેલી તાલુકામાંથી બે તરુણીના અપહરણ કરાતાં 6 સામે ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંજેલીમાં મિત્રોની મદદથી તથા ગુણામાં યુવકે યુવતીનું અપહરણ કર્યું

દાહોદ જિલ્લામાંથી લગ્નના ઇરાદે બે તરૂણીઓના અપહરણની ઘટના બની હતી. જેમાં સંજેલી તાલુકામાં એક યુવક ચાર મિત્રોની મદદથી જ્યારે દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામનો યુવક પણ પત્ની તરીકે રાખવા માટે તરૂણીનું અપહરણ કરી ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામના નિસરતા ફળિયામાં રહેતો કનુ રમેશ નિસરતા તા.23 સપ્ટેમ્બર’20ના રોજ તાલુકાના એક ગામની 17 વર્ષ અને 2 મહિનાની તરૂણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે તેના પરિચિતો ગોરધન ફતા નિસરતા, શંકર ફતા નિસરતા, હરીશચંદ્ર ગોધરન નિસરતા, કીરીટ ગોરધન નિસરતાની મદદથી બળજબરી પૂર્વક અપહરણ કરી લઇ ગયો હતો.

આ બાબતની જાણ પરિવારને થતાં સગીરાની શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન કનુ રમેશ નિસરતા તેના ચાર પરિચિતોની મદદથી લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરી ગયાની જાણ થતાં માંડલીના યુવક તથા તેની મદદકરનાર ચાર મળી પાંચ લોકો સામે સંજેલી પોલીસ મથકે અપહરણ અને પોક્સો ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામનો રાજેન્દ્ર સુરેન્દ્ર ચૌહાણ ગત તા.8 જુન’2020ના રોજ તાલુકામાંથી 16 વર્ષ અને પાંચ મહિનાની તરૂણીને લલચાવી પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ પરિવારને થતાં સગીરાની શોધખોળ કરી હતી પરંતુ છ મહિના ઉપરાંત સમય વિતવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન ગુણા ગામનો યુવક લગ્નના ઇરાદે અપહરણ કરી ગયાની જાણ થતાં યુવતિના પિતાએ ગુણા ગામના રાજેન્દ્ર સુરેન્દ્ર ચૌહાણ વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: