ફરિયાદ: દાહોદમાંથી વધુ બે બાઇકની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદના ઝાલોદ રોડ ઉપર આવેલી સાઇખુશી સોસાયટીમાં રહેતા અને ઉજ્જીવન બેન્કમાં નોકરી કરતાં વિજયકુમાર દલસિંગભાઇ નલવાયા તા.6ના રોજ સવારે બાઇક લઇને નોકરી ઉપર ગયા હતા. ત્યારે 9.10 વાગ્યાના અરસામાં મોટર સાયકલ બેન્કના ગેટ પાસે મુકી અંદર ગયા હતા. ત્યાર બાદ ફીલ્ડમાં જવાનું હોવાની 9.30 વાગ્યાના અરસામાં બહાર આવતાં ગેટ આગળ મુકેલી બાઇક જોવા મળી હતી.

તેમજ પરેલમાં રહેતા સુનિતાબેન મુકેશભાઇ બસોડની બાઇક લઇને રામુભાઇ સોમજીભાઇ મંડોર દાહોદ નાયબ ખેતી વિભાગ ઓફીસ પાસે આવ્યા હતા. આ બન્ને બાઇકોને નિશાન બનાવી ચોર ઇસમો ધોડે દિવસે ચોરી કરી લઇ ગયા હતા. મુકેલી જગ્યાએ બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો હતો. આ સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: