ફરિયાદ: ત્રાસ આપનાર મહિસાગરના PI પતિ સામે પત્નીની ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- નોકરિયાત વહુ લાવવી છે કહી ત્રાસ અપાતો હતો
દેવગઢ બારિયાની પરણીતાને મહિસાગરના PI પતિ તથા સાસુ-સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતાં તેમજ ગોધરા ખાતે રહેતી નણંદ પણ આ કામમાં સાથ આપતાં પરિણીતાએ ચારેય વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની 34 વર્ષિય અલ્પનાબેન ખાંટના લગ્ન 7 વર્ષ અગાઉ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના શીર ગામના પીઆઇ તરીકે નોકરી કરતાં અમિતસિંહ રામસિંહ ખાંટ સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. વસ્તારમાં લગ્નજીવન દરમિયાન 6 વર્ષની છોકરી પણ છે.
2014માં અમિતભાઇની બદલી મહિસાગર જિલ્લામાં થતા તેઓ લુણાવાડા રહેતા અને અલ્પાબેન શીર મુકામે રહેતા હોવાથી તેઓને સાથે રહેવા જણાવવા તુ નોકરી કરતી નથી તો તારે ઘરે જ રહેવાનું કહી સાથે રહેવા લઇ ગયા ન હતાં. ત્યાર બાદ 2016થી અમિતભાઇની વર્તન એકદમ બદલાઇ જતાં ત્રાસ આપવા લાગ્યા હતાં.
સાસુ-સસરા પણ તેમના પુત્રનો જ પક્ષ લેતા હતાં. પતિ અમિતનું ગોધરા પોલીસમાં આર.એસ.આઇ. તરીકે નોકરી કરતી કલ્પાબેન નટવરસિંહ પરમાર સાથે અનૈતિક સંબંધો હોવાનું તેમજ ગોધરામા નણંદ ભાવનાબેન વી. રાજપુત સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. અલ્પાબેન અને તેમના ભાઇ કેતનભાઇ તથા માતા સાથે શીર મુકામે તેમના ઘરે જઇ અમિતભાઇ તથા કલ્પાબેનના પ્રેમ સંબંધની વાત સાસુ સસરાને કરતા તેઓએ જણાવેલ કે મારો છોકરો PI છે તો ગમે તે કરે તુ ક્યા નોકરી છે. અમારે નોકરી વાળી લાવવાની છે. મારા છોકરાના ગમે તે કરવાની છૂટ છે તુ અહીથી નીકળી જા કહી ગાળો બોલી અલ્પનાબેન અને તેમની નાની બાળકીને ઘરમાંથી કાઢી મૂકતા અલ્પાબેને દેવગઢ બારિયા પોલીસ મથકે પતિ તથા સસરા રામસિંહ ગોબરસિંહ ખાંટ, સાસુ વર્ષાબેન રામસિંહ ખાંટ તથા સાથ આપનાર તેમની નણંદ સોનલબેન જગદીશભાઇ ખાંટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Related News
તસ્કરી: લીમડી બજારમાંથી બાઇકની સાઇડ બેગમાંથી 50 હજારની રોકડ ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
ઉજવણી: કોરોનાના કારણે દાહોદમાં ઉતરાયણ પર્વની ઉજવણી પ્રમાણમાં નિરસ રહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed