ફરિયાદ: ખેતર ખેડવા મુદ્દે તકરારમાં 1ને તલવાર વાગતા હથેળીમાં ઇજા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોડાવવા પડેલા પુત્ર-પુત્રીને પણ લાકડી વડે માર માર્યો
  • ભાઠીવાડામાં કુટુંબી બે કાકા સામે ફરિયાદ નોંધાવી

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામના બચુભાઇ કાળુભાઇ ગણાવા તથા સુનિલભાઇ કનુભાઇ ગણાવા બન્ને જણા તેમના કુટુંબી માનસીંગભાઇ હકજીભાઇ ગણાવાના ઘર આગળ જઇ ગાળો બોલી માળવાળુ પાનવો ખેતર અમારૂ છે તેમાં તમો કેમ ખેડી નાખ્યુ તેમ કહેતા હતા. જેથી માનસીંગભાઇના પિતા હકજીભાઇ ઘરની બહાર આવી ગાળો બોલવાનું ના પાડતાં અને આ ખેતરમાં પંચોરાહે ભાગ પડેલ છે તે ભાગ જ અમે ખેડીએ છીએ તેમ કહેતા બચુ ગણાવા હકજીભાઇ સાથે ઝપાઝપી કરી તેના હાથમાની તલવારની ધાર જમણા હાથમાં હથેળીમાં વાગતા ચામડી કપાઇ જઇ લોહી નીકળી ગયું હતું.

તેમજ સુનિલ ગણાવાએ તેના હાથમાની લાકડી હકજીભાઇના બરડામાં મારતાં ગેબી ઇજા થઇ હતી. આ દરમિયાન હકજીભાઇએ બુમાબુમ કરતાં તેમનો છોકરો મલસીંગભાઇ તથા છોકરી વૈશાલી દોડી આવી છોડાવવા વચ્ચે પડતાં સુનિલે મલસીંગને બરડામાં લાકડી મારી દીધી હતી. તેમજ વૈશાલીબેનના વાળ પકડી ઝપાઝપી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે માનસીંગભાઇ હકજીભાઇ ગણાવાએ હુમલાખોરો સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: