ફરિયાદ: કતવારાની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પતિ, સાસુ અને જેઠ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ
દાહોદના કતવારા ગામની 27 વર્ષિય પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદના ગારખાયા વિસ્તારમાં રહેતા હિનાબેન પરમારના લગ્ન 11 માસ અગાઉ કતવારાના પલ્લકભાઇ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ એકાદ મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ પલ્લકભાઇ તથા સાસુ મંજુલાબેન અને જેઠ કૃણાલભાઇ ઘરના કામકાજ મુદ્દે હેરાન પરેશાન કરી ઝઘડો તકરાર કરતા હતા.
અને તુ ગમતી નથી તુ ઘરમાં કામકાજ કરતી નથી અને બીજી પત્ની લાવવાની છે તને રાખવાની નથી તેમ કહી મારઝુડ કરી મારે તને કાઢી મુકવાની છે તેમ કહી અવાર નવાર મ્હેણા ટોણા મારી બીજાના કહેવાથી ઉશ્કેરાઇ મારઝુડ કરી ત્રાસ આપી પતિ પલ્લકભાઇએ બે ત્રણ વાર ઘરમાંથી કાઢી મુકી હતી.
પરંતુ ઘર સંસાર બગડે નહી તેવા આશયથી હિનાબેન બધુ સહન કરી પાછા પતિના ઘરે આવી ગયા હતા. તેમ છતાં હિનાબેનના પતિ તેમજ સાસુ અને જેઠમાં કોઇ પણ ફરક પડ઼્યો ન હતો અને વધારે હેરાન કરવા લાગ્યા હતા. છેલ્લા પાંચ માસથી શારીરિક માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી અને પાછી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ઘરસંસાર ચાલે તેમ ન હોય હિનાબેને પતિ તથા સાસુ અને જેઠ સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed