ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી: ​​​​​​​દેવગઢ બારીયાના ચીફ ઓફિસરે કોરોના કાળમાં બન્ને ફરજ નિભાવી, દાદીની અંતિમક્રિયા આટોપીને કામગીરીમાં જોડાયા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Chief Officer Of Devgarh Baria Performed Both Duties During The Koro Period, Attending The Funeral Of His Grandmother Atopi.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પારિવારિક પીડા કરતા ફરજને અગ્રતા આપી કલેક્ટરની સુચનાનું પાલન કર્યું

કોરોના મહામારીને રોકવા માટે સરકારી તંત્ર રાઉન્ડ ધ કલોક કામ કરી રહ્યું છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાના ફરજક્ષેત્રમાં આવતી કામગીરીને દિવસ રાત જોયા વિના પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યાં છે. ત્યારે દેવગઢ બારીયાના ચીફ ઓફિસર વિજયભાઈએ હજુ નોકરીમાં જોડાયાને ત્રણ મહિનાનો પણ સમય નહોતો થયો અને તેમને પારિવારિક સંકટનો સામનો કરવો પડયો હતો.

અંતિમવિધીમાં જોડાઇને પાછા ફરી સવારે ફરજ પર હાજર થઇ ગયા
જેમા ગત 11 એપ્રિલના રોજ વિજયભાઇના દાદી તમુબેન વાલજીભાઇનું 83 વર્ષે સુરત ખાતે અવસાન થયું હતુ. બાળપણ જેમની છાયા તળે વિતાવ્યું હોય એવા વ્હાલસોયા દાદીનું આમ અચાનક ગુજરી જવું વિજયભાઇ માટે ખૂબ દુખદ અનુભવ હતો. બીજી તરફ જિલ્લામાં કોરોનાની સ્થિતિ પણ ખૂબ વણસેલી હતી. કલેક્ટરે આ આપાતકાલીન સ્થિતિમાં સૌ અધિકારીઓ-કર્મચારીઓની મહિનાના અંત સુધીની તમામ રજાઓ પણ રદ કરી હતી.

ઘરના લોકોનો આગ્રહ પણ હતો છતાં તેઓ રોકાયા નહી
આવી સ્થિતિમાં જ્યારે વિજયભાઇને તેમના દાદીના નિધનનો રાત્રે સંદેશ મળ્યો હતો. ત્યારે દાદીના અંતિમક્રિયા માટે તેમની રાહ જોવાઇ રહી હતી. તેઓ રાત્રે જ નીકળી ગયા અને અંતિમવિધીમાં જોડાઇને પાછા ફરી સવારે તુરત જ ફરજ પર હાજર થઇ ગયા હતા. ઘણા વખતે તેઓ ઘરે પરત ફર્યા હતા અને શોકનો અવસર પણ હતો. અને ઘરના લોકોનો આગ્રહ પણ હતો. છતાં તેઓ રોકાયા નહી અને આવીને ફરજ પર જોડાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: