ફફડાટ: લીમખેડા તાલુકા પંચાયતમાં DDOની મુલાકાત છ ગુલ્લેબાજ કર્મચારીઓ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ લીમખેડા તાલુકા પંચાયતમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. - Divya Bhaskar

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ લીમખેડા તાલુકા પંચાયતમાં ઓચિંતી મુલાકાત લીધી હતી.

  • તમામને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ લીમખેડા તાલુકા પંચાયતમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં તાલુકા પંચાયતની વિવિધ શાખામાં ફરજ બજાવતાં 6 કર્મચારીઓ ગેરહાજર મળી આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ ગુલ્લેબાજ તમામ કર્મચારીઓને શો-કોઝ નોટિસ પાઠવી ખુલાસો માગતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિતરાજ (IAS)એ ગત બુધવારે લીમખેડા તાલુકા પંચાયતમાં સાંજે સાડા પાંચ વાગ્યાના સમયે ઓચિંતી મુલાકાત લીધી હતી.

તાલુકા પંચાયતની વિવિધ શાખામાં DDOએ કર્મચારીઓની હાજરી બાબતે રૂબરૂ ચકાસણી હાથ ધરી હતી. જેમાં લીમખેડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ હિસાબનીશ, આંકડા મદદનીશ સિનિયર કલાર્ક, ગ્રામ વિકાસ APO, પટાવાળા સહિતના 6 કર્મચારીઓ ગેરહાજર મળી આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ તામામ ગુલ્લેબાજ કર્મચારીઓની ગેરહાજરીને ગંભીરતાથી લઇ તમામને શો-કોઝ નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવતા ગુલ્લેબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: