ફતેપુરા તા.માં 700 જેટલાં કાર્યકરોએ સાંસદ જશવંતસિંહના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો

  • નિવૃત્ત એન્જિનિયર, ખેતીવાડી અધિકારી, તા.પં.ના કલાર્ક વગેરે જોડાયા

દિવ્ય ભાસ્કર

Aug 17, 2020, 05:28 AM IST

ફતેપુરા. ફતેપુરા તાલુકાની સુખસર આઇટીઆઇ, ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે 700 જેટલા લોકો ભાજપનો ખેસ પહેરી ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા. ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રફુલભાઇ ડામોર, ચુનીલાલ ચરપોટ, ડો. અશ્વિનભાઈ પારગી, તા. પં સભ્ય રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા.

સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપની વિચારધારા સરકારના વિકાસ કાર્યોને લઇને જોડાયેલ લોકોને સાંસદ જસવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભાજપમાં જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓ, સરપંચો, સભ્યો, કોંગ્રેસના કાર્યકરોને સાંસદ જસવંતસિંહ ભાભોરે સંબોધી ખભાથી ખભા મિલાવી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાની હાંકલ કરી હતી. સાથે તેઓને કોઇ પણ સમયે જરુર પડે સરકાર અને સાંસદ તરીકે પોતે પણ લોકોની સેવામાં 24 કલાક હાજર હોવાનું જણાવી સરકાર અને તાલુકાના વિકાસ કામો લોકો સમક્ષ ગણાવ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: