ફતેપુરામાં વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દુકાન આગળ પતરા માર્યા

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

ફતેપુરા. તાલુકામાં છેલ્લા એક મહિનામાં કોરોના કેસોનો વધારો થતો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં દશથી વધું કેસો નોધાઇ જવા પામ્યા છે. ફતેપુરા અને બલૈયામાં કોરાનાથી બે વ્યક્તિઓના મોત પણ થતાં પંથકમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગતરોજ દાહોદ જીલ્લામાં એક સાથે 33 લોકો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા તેમાં દાહોદ રહેતા અને ફતેપુરાના જુના બસ સ્ટેશન વિસ્તારમાં સિમેન્ટ લોખડનો ધંધો કરતા અમીર અબ્દુલહુસેન નલાવાલાનો પણ સમાવેશ થયો હતો. ફતેપુરામાં વેપારીનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા પંચાયત તરફથી માઇક્રો કન્ટેન્ટમેન ઝોન અંતર્ગત દુકાન આગળ પતરા મારી વેપારી ની દુકાન સીલ કરાઇ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: