ફતેપુરામાં મહિલાઓએ ઘરે જ જીવંતિકા વ્રતની ઉજવણી કરી

  • કોરોનાના વધતા કેસોને લઇ ડરનો માહોલ

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:38 AM IST

ફતેપુરા. દેશ દુનિયા સહિત ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ કોરોનાએ મહામારી ફેલાવી છે. ત્યારે તેનાથી દાહોદ જીલ્લો પણ બાકાત રહ્યો નથી. દિન પ્રતિ દિન કોરોના વધતા જતા કેસોને લઇને સૌ કોઇમા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઼

માતાજીના માત્ર દર્શન કરી સંતોષ માણ્યો
દર વર્ષે શ્રાવણ માસમાં મહિલાઓ આજના દિવસે સજી ધજી લાલ કપડા પહેરી પૂજાનો થાળ સજાવી અંબાજી મંદિર પરિસરમાં સવારથી જ માઁ જીવંતિ વ્રતની ઉજવણી કરે છે. ત્યારે કોરોના સક્રમણનો શિકાર ન બની જવાય તે હેતુથી ઇતિહાસમાં પ્રથમ વાર ફતેપુરા નગરની મહિલાઓએ એકત્ર થવાનું ટાળી પીપળની અને જીવંતિકા માતાના વ્રત અને કથા મંદિર પરિસરમાં સાંભળવાનું ટાળી માત્ર માતાજીના દર્શન કરી ઘરે વ્રત કથા સાંભળી જીવતિકા વ્રતની ઉજવણી કરતા મંદિર પરિસરમાં મહિલાઓની હાજરી જોવા ન મળી હતી. મહિલાઓએ એક પછી એક શોસિયલ ડીસટન્સનું ધ્યાન રાખી માતાજીના માત્ર દર્શન કરી સંતોષ માણ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: