ફતેપુરામાં ગટર વ્યવસ્થાના અભાવે માર્ગ પર પાણી, ભૂગર્ભ ગટર યોજના પણ નકામી નિવડી

ફતેપુરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફતેપુરામાં પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર રેલાયેલા પાણી.

  • ભૂગર્ભ ગટર યોજના ફેલ જતાં ખુલ્લી ગટર યોજના કરવા લોકોની માગ

દાહોદ જિલ્લાના ફતેપુરામાં પાંચ સાત વર્ષ પહેલા લોકોની સુવિધા માટે કરોડા રૂપિયા ખર્ચી ભુગર્ભ ગટર યોજના લાગુ કરવામાં આવી હતી. ફતેપુરામાં ભુગર્ભ ગટર યોજનામાં યોગ્ય રીતે લેવલીંગ કરી સુવ્યવસ્થિત કામગીરી ન કરી વેઠ ઉતારવામાં આવતા ગામના પાણીનો પુરતો નિકાલ થતો નથી. પાણીનો નિકાલ ન થતાં ભુગર્ભ ગટરનું પાણી ફતેપુરા નગરમાં અનેકો જગ્યા પર ઉભરાઇને વહેરાઇ રહ્યું છે. ગટર યોજનાનુ અને નળ કનેશન દ્વારા લોકોને ઉપયોગ માટે અપાતા પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણીના ડાબરા ભરાઇ જવા પામ્યા છે.

જેને લઇને રસ્તાઓ પણ અવાર નવાર તુટી જતા હોય છે. ફતેપુરામાં લોકોના ઘરોના વરસાદી પાણી તેમજ નળ કનેશન આપતા સમયે વેડફાતા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે ફતેપુરામાં ખુલ્લી ગટરો બનાવાય તે અત્યંત જરૂરી છે. ભુગર્ભ ગટર યોજનાના પાણીનો નિકાલ ન થતાં બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વિનોદભાઇ અગ્રવાલ દ્વારા અગાઉ પણ પાણીના નિકાલ કરવા બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લૈખિતમાં રજુઆત કરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: