ફતેપુરાની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી, દહેજ લઇ આવવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ક્રિષ્નાગરમાં રહેતી 27 વર્ષિય વિધીબેન પંચાલના લગ્ન આશરે છ વર્ષ અગાઉ ફતેપુરા ના વિશાલભાઇ પંચાલ સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં પાંચ વર્ષનો છોકરો અને ચાર વર્ષની છોકરી છે. પતિ, સસરા, સાસુ તથા જેઠ વિધિબેનને ચાર વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ પરેશાન કરી તુ ઘરનું કામ બરાબર કરતી નથી. તુ મારા ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી બીજી બૈરી લાવવી છે તેમ કહી ગાળો બોલતો અને સાસુ સસરા પણ અમારા ઘરમાંથી નીકળી જા મારા છોકરાને બીજી બૈરી કરાવવાની છે.

તને રહેવા દેવાની નથી તેમ કહી ચઢમણી કરી ઝઘડો તકરાર કરાવતા અને પતિ પણ ઝઘડો તકરાર કરી મારકુટ કરતો ત્રાસ આપતો હતો. કંટાળી વિધીબેન તેના પિતાને ઘરે જતી રહેતા ભાઇએ સમાજ રાહે સમાધાન કરી પાછી સાસરીમાં મોકલી આપી હતી. પરંતુ પતિ તથા સાસુ, સસરા અને જેઠમાં કોઇ ફરક પડ્યો ન હતો ફરીથી પરેશાન કરવા લાગ્યા હતા.

ઝઘડો કરી તારા બાપના ઘરેથી દહેજમાં કશુ લાવી નતી તુ દહેજમાં પૈસા લઇ આવ તો જ તને અમે ઘરમાં રહેવા દઇશુ નહી તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી મારકુટ કરી પહેરેલ કપડે કાઢી મુકી હતી. જેથી વિધીબેને દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: