પ્રેમસંબંધનો કરુણ અંજામ: ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ પ્રેમિકાને નોટિસ આપી કહ્યું-‘જો તું મરી જઈશ તો પણ તેનો જવાબદાર હું નહીં પણ તું જ હોઈશ’

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • After Having A Love Affair For Four Years, The Boyfriend Gave A Notice To His Girlfriend And Said, “Even If You Die, I Will Not Be Responsible For It, But You.”

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પરિણીત પ્રેમી હુસૈન શાકીર અને મૃતક ફાતેમા લીમખેડાવાલાની ફાઈલ તસવીર. - Divya Bhaskar

પરિણીત પ્રેમી હુસૈન શાકીર અને મૃતક ફાતેમા લીમખેડાવાલાની ફાઈલ તસવીર.

  • પરિણીત પ્રેમીએ ઠુકરાવી દેતાં પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

દાહોદમાં એક પરિણીત પુરુષે ચાર વર્ષ સુધી એક યુવતી સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ પ્રેમિકાને ઠુકરાવી દેતાં પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમજાળમાં ફસાવેલી પ્રેમિકા કોઈ આડું પગલું ભરે તો પોતે ફસાઈ નહીં એ માટે પરિણીત પ્રેમીએ પહેલેથી જ કાયદાકીય નોટિસ આપી બચવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. જે નોટિસ આપી હતી એમાં પ્રેમીએ જણાવ્યું હતું કે જો તું મરીશ તોપણ તેનો જવાબદાર હું નહીં, પણ તું જ હોઈશ.

ચારેક વર્ષ પહેલાં દાહોદ પાસે આવેલા ગલિયાકોટ પગપાળા જતી વેળાએ હુસૈન શાકીર અને ફાતેમા લીમખેડાવાલા વચ્ચે મુલાકાત થઇ અને મોબાઇલ નંબરની આપલે સાથે આ પ્રેમપ્રકરણી શરૂઆત થઇ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે સંબંધો ગાઢ થતા ગયા અને પરિણીત હોવા છતાં અપરિણીત યુવતી સાથે પ્રેમની આડમાં ખીલવાડ થતો જ રહ્યો. હાલ આઠ વર્ષના બાળકનો પિતા છે હુસૈન ત્યારે બન્ને પરિચયમાં આવ્યા, ત્યારે તે બાળક ચાર વર્ષનું હશે. એના પરથી હુસૈનના લગ્ન કેટલા વર્ષ પહેલાં થયા હશે એનો કયાસ નીકળી શકે છે. એમ છતાં લગ્ને લગ્ને કુંવારા જેવા ભ્રમરવૃત્તિના આ નરાધમે માત્ર ને માત્ર યુવતીની સુંદરતાનો ગેરલાભ જ લીધો હશે.

પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પછી કાયદાનો સહારો લીધો
કોડ ભરી કન્યાની પરણવાની ઉંમર હતી, જેથી તેના માટે માગાં પણ આવતા હતા, પરંતુ હુસૈનના પ્રેમમાં પાગલ ફાતેમાએ એને ઠુકરાવી જ દીધાં હતાં. બીજી તરફ લગ્નના ખોટા વાયદા હુસૈન કરતો જ રહ્યો ત્યારે છેવટે ધીરજ ગુમાવી બેઠેલી ફાતેમાએ પોતાને અપનાવી લેવાનો આગ્રહ વધારી દીધો હતો, જેથી કાલ ઊઠીને કંઇક અજુગતું થશે તો એનો ભોગ પોતાને બનવું પડશે એનો અંદાજ હુસૈન શાકીરને આવી ગયો હતો, જેથી ભેજાબાજ હુસૈને તેની પત્નીને પણ પોતાના પક્ષે કરીને કાયદાનું કવચ પહેલેથી જ પહેરી લઇને સુરક્ષિત થઇ જવાનો કારસો ઘડી કાઢ્યો હતો.

જેના ભાગરૂપે તારીખ 21 જાન્યુઆરી, 2021ના રોજ હુસૈન શાકીર અને તેની પત્ની દ્વારા ફાતેમાને વકીલ મારફત એક નોટિસ ફટકારવામાં આવી હતી,જેમાં હુસૈને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હોવાનું લાગી રહ્યું છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે અસીલ એટલે કે હુસૈન પરિણીત છે અને તેમના તમારી સાથે મૈત્રી સંબંધ સિવાય કોઇ સંબંધ નથી. તમે અમારા અસીલ સાથે અઘટિત માગણી કરી આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યા છો તેમજ એકતરફી સંબંધ બાંધી અમારા અસીલને પરેશાન કરો છો, જેથી તમારે તમારાં પરિવારજનોને લઇને અસીલની પેઢી કે દુકાન પર આવવું નહીં અને તમે કોઇ પણ જાતનું ખોટું પગલું ભરશો તો જવાબદારી તમારી રહેશે. તેમ છતાં તમો કોઇ પગલું ભરશો તો અમારે કાયદાકીય સલાહ મુજબ યોગ્ય કાર્યવાહીની ફરજ પડશે.

પ્રેમીએ તરછોડતા પ્રેમિકાએ આત્મહત્યા કરી
ત્યારે હુસૈનને જે વાતનો અંદેશો હતો તેવું જ થયું અને ગઇકાલે ફાતેમા લાઇટબિલ ભરીને હુસૈનની દુકાને ગઇ અને ત્યાર બાદ હુસૈને તેને તરછોડી જ મૂકી ત્યારે તે બપોરે જ ફાતેમાએ ઘરે આવીને ગળાફાંસો ખાઇને યુવાનીના મધ્યાહને જ પોતાના જીવનનો જાતે જ સૂર્યાસ્ત કરી લેતા પરિવાર સહિત સમાજ અને જુવાન ફરજંદોના માવતરોમાં એક સ્તબ્ધતા છવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: