પ્રેમમાં નિષ્ફળ યુવકે ઇંસ્ટાગ્રામ પર આપઘાતનો લાઇવ વીડિયો બનાવ્યો

 • Dahod's youth will make a live video of suicide on Instagram

  અક્ષિતે આપઘાત પહેલા વોટ્સએપ ઉપર સ્ટેટસ નાખ્યા

  દાહોદ: દાહોદ શહેરથી 30 કિમી દૂર આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 25 વર્ષિય અક્ષિત રાઠૌર નામક યુવક મરીમાતા ચૌરાહા ખાતે રાઠૌર બિલ્ડિંગમાં રહેતો હતો. શુક્રવારની રાત્રે અક્ષિતે ઘરના છેલ્લા રૂમમાં આત્મહત્યા કરી હતી. તેણે મોબાઇલમાં સ્યુસાઇડ વીડિયો બનાવ્યા હતા. એક વખત દોરી તૂટી જતાં બીજી વખત ગાળિયો બનાવતો તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.

 • વોટ્સએપ સ્ટેટસ જોઇને રાત્રે મિત્રો ઘરે ધસી ગયા

  1.અક્ષિતે પોતાના હાથે બ્લેડથી નસ કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો. વીડિયોમાં હાથ ઉપર ઇજા જોવાઇ રહી છે. આપઘાત કરતાં પૂર્વે તેણે પોતાના વોટ્સએપ ઉપર સાત સ્ટેટસ નાખ્યા હતા.પંખા ઉપર ગાળિયો બનાવતા વીડિયો સ્ટેટસમાં ‘એક વખત તો તૂટી ગયે પણ હવે નહીં તૂટે.’ જો તેનાથી પણ કંઇ નહીં થાય તો ન્યૂ સ્ટાઇલ અપનાવીશ પણ કાલનો સૂર્ય નહીં જોઉં. ત્યાર બાદ તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સ્ટેટસ જોઇને રાત્રે મિત્રો ઘરે ધસી ગયા હતા પણ ત્યાં સુધી તેણે શ્વાસ છોડી દીધો હતો. વોટ્સએપ ઉપર સ્યુસાઇડ સ્ટેટસ નાખ્યા ઉપરાંત તેણે ઇંસ્ટાગ્રામ ઉપર આપઘાતનો લાઇવ વીડિયો ચલાવ્યો હતો. આ વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. આપઘાત પહેલાં જે પ્રકારે અક્ષિતે પોતાના વોટ્સએપ ઉપર સ્ટેટસ નાખ્યા તેનાથી તે કોઇ યુવતીના પ્રેમમાં હોવાનું જણાઇ રહ્યું છે.

 • યુવતીના જવાબ બાદ તપાસ કરાશે

  2.એક યુવતીના પ્રેમમાં નિષ્ફળ જતાં અક્ષિતે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવતીનો જવાબ લીધા બાદ જ આગળની તપાસ કરવામાં આવશે. – કે.એમ ત્રિપાઠી,પી.આઇ, ઝાબુઆ

 • મિત્રો રાત્રે એક વાગ્યે પહોંચ્યા

  3.રાત્રે 1 વાગ્યે મિત્ર મયંક ચાવડાએ વોટ્સએપ પર સ્ટેટસ જોયા હતા.મયંક અન્ય મિત્રો નિર્મલ પચાયા અને અંકિત બૈરાગીને લઇને અક્ષિતના ઘરે ગયો હતો. રાત્રે નાની સોષમા જોર્જે બારણું ખોલતાં તેમને આની જાણ કરાઇ હતી. અક્ષિતના રૂમનો દરવાજો તોડતાં તે પંખે લટકેલો જોવા મળ્યો હતો. શનિવારે પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: