પ્રારંભ: કડાણા દાહોદ ઉદવહન સિંચાઇના નીરને સાંસદે પૂજા કરી વધાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાજરવાડા, કદવાળમાં સિંચાઇ તળાવો ભરવાનો પ્રારંભ

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવાની મઝા માણતા હોય છે. ત્યારે આજ દિવસે લોકોની સુખાકારી માટે કદવાળ, બાજરવાડા ગામે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે 1054 કરોડના ખર્ચે લાગુ થયેલ કડાણા દાહોદ સિંચાઇ યોજનાના મહિસાગરના નવા નીરને બાજરવાડા ગામે કંકુ-ચોખા, ફુલ, ચુંદડી, ફળથી વધાવી લોકોને સિચાઇ માટે તળાવો ભરાવવાની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઇ કટારા, સંજેલી પ્રમુખ જગદીશભાઇ, ઝાલોદ નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ, બાજરવાડા, કદવાલના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રસંગને અનુરુપ જનમેદનીને સંબોધી કહ્યુ હતું લોકોએ સિંચાઇ યોજનાના પાણી માટે જે તે સમયના મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદી સાહેબને પાણીની માગ કરી હતી. આ યોજનામા 1054 કરોડ આપી સિંચાઇ યોજના લાગુ કરતા ખેડૂતો માટે આજે પાણી છોડી તળાવો ભરી લોકોના સ્વપ્નને ભાજપ સરકારે સાકાર કર્યુ છે. સિંચાઇ યોજનાના વાલ્વ કોઇ તોડી ન જાય અને તેને સાચવી સિંચાઇના પાણીનો લાભ લઇ મબલખ પાક ઉત્પન્ન કરી સુખી થવા લોકોને અનુરોધ કર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: