પ્રાણવાયુની પ્રાણની જેમ રક્ષા: ગુજરાત બોર્ડરથી માછલિયા ઘાટ સુધી ઓક્સિજન ભરીને રોજ જતી 12 ટેન્કરોને પોલીસનું સુરક્ષા કવચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાની હદ પૂર્ણ થયા બાદ ઓક્સિજનની ટેન્કરો માટે ગ્રીન કોરિડોર, 34 કિમીની મુસાફરી અડધા કલાકમાં પૂરી કરે છે

મધ્ય પ્રદેશના ઇન્દોર, ભોપાલ અને રતલામ માટે લિક્વિડ ઓક્સિજન ગુજરાતથી ટેન્કરોમાં ભરીને સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ઓક્સિજન ટેન્કરોને ઓછા સમયમાં તેના નિયત સ્થળે પહોંચાડવા માટે પ્લાન્ટથી છેલ્લા સ્ટેશન સુધી એક પ્રકારે ગ્રીન કોરિડોર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તેમાં મધ્ય પ્રદેશ રાજ્યના દાહોદના પાડોશી જિલ્લા ઝાબુઆ પોલીસની જવાબદારી ગુજરાત બોર્ડરથી માછલિયા ઘાટ સુધી લઇ જવાની છે. પીટોલ ચોકીનું પેટ્રોલિંગ વાહન ટેન્કરોને પોતાની સાથે લઇને માછલિયા ઘાટ સુધી જાય છે.

ત્યાંથી ધાર જિલ્લાની રાજગઢ પોલીસ આગળ-આગળ ચાલે છે. 34 કિમીની આ મુસાફરી અડધા કલાકમાં પૂર્ણ કરી લેવાય છે. સામાન્ય રીતે કોઇ મોટા વાહનને આ રસ્તા ઉપર 34 કિમી કાપવામાં 45થી 60 મિનિટ લાગે છે. સમય ના બગડે તે માટે ટેન્કર ચાલક અને સ્ટાફને ફૂડ પેકેટ અને પાણીની બોટલો બોર્ડર ઉપર જ આપી દેવાય છે. પીટોલના ચોકી ઇન્ચાર્જ હીરૂસિંહ રાવતે જણાવ્યુ હતું કે, ક્યારેક એક તો ક્યારેક બે ત્રણ ટેન્કર એક સાથે આવે છે.

પેટ્રોલિંગ વાહન તૈયાર જ હોય છે. ક્યારેક તો મુકવા ગયેલી પેટ્રોલિંગ વાન પાછી આવે તેના પહેલાં જ ટેન્કર આવી જાય છે. તે સંજોગોમાં આરટીઓ ચેકપોસ્ટની ગાડી પેટ્રોલિંગ કરીને ટેન્કર લઇ જાય છે. છેલ્લા કેટલાંક દિવસથી દરરોજ 10થી 12 ટેન્કર પસાર થતાં હોવાનું ચોકી ઉપર પદસ્થ હેડ કોન્સ્ટેબલ રઇશ પઠાન અને કોન્સ્ટેબલ લોકેન્દ્રએ જણાવ્યુ હતું.

કઇ પદ્ધતિથી ગ્રીન કોરિડોર સિસ્ટમ ચલાવાય છે

  • ગુજરાતના હજીરાથી ટેન્કર રવાના થતાં ઝાબુઆ પોલીસને જાણ કરી દેવામાં આવે છે. તેમાં ટેન્કરનો નંબર, ડ્રાઇવરની જાણકારી અને મોબાઇલ નંબર આપવામાં આવ્યો હોય છે.
  • ટેન્કર જેમ આગળવધે છે તેમ તેની જાણકારી સંબંધિત જિલ્લાની પોલીસને અપાય છે. નજીક આવતાં ચાલક સાથેે સંપર્ક કરીને કયા સમયે પહોંચશે તેનો અંદાજ લગાવાય છે.
  • સમયથી અડધા કલાક પહેલાં પેટ્રોલિંગ વાહન બોર્ડર ઉપર પહોંચી જાય છે. બીજી બાજુ વાહન તૈયાર રાખવા પીટોલથી નીકળતાં જ ધાર જિલ્લાની પોલીસને જાણ કરી દેવામાં આવે છે.
  • રતલામના ટેન્કરોને પીટોલની ગાડી અંતરવેલિયા પહેલાં છોડે છે. અહીંથી અંતરવેલિયા ચોકીનું વાહન આગળના નાકા સુધી તેની આગળ આગળ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: