પ્રમુખ-ઉપપ્રમુખની વરણી: સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભુપેન્દ્ર સંગાડા અને ઉપપ્રમુખ તરીકે કમળા બામણીયાની વરણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતા પણ કોંગ્રેસે પ્રમુખ માટે દાવેદારી નોંધાવતા ચૂંટણી યોજાઈ

સંજેલી તાલુકા પંચાયતની સોળ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં બાર બેઠકો પર ભાજપનો તો ચાર બેઠકો કોગ્રેસને ફાળે ગઈ હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતા પણ કોંગ્રેસે પ્રમુખ માટે દાવેદારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ખાતામાં બાર મત પડતા પ્રમુખ તરીકે ભુપેન્દ્ર સંગાડા ચૂંટાઈ આવતાં ફરી ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જીત નો જશ્ન મનાવ્યો હતો.

સંજેલી તાલુકા પંચાયતના સભાખંડમાં આજે સત્તરમીને બુધવારના રોજ નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે હિરોલા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ભુપેન્દ્ર સંગાડા સામે ગોવિંદાતળાઇ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ભુરસીંગ તાવિયાએ પ્રમુખ તરીકે ફોર્મ રજુ કરતા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવતા ભાજપનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

ચૂંટણી અધિકારી પી.આઈ પટેલ અને આર.સી ભુરાની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસની ચાર તો ભાજપને બાર મત મળતા ભાજપનો ભગવો લહેરાયો હતો. પ્રમુખ તરીકે ભાજપના ભુપેન્દ્ર સંગાડા તો ઉપપ્રમુખ તરીકે સંજેલી-2 બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના કમળા બામણીયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યાં હતાં.

આમ સંજેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ ભાજપના કબ્જામાં છે આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સત્તાથી બે કદમ દૂર રહેવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. પ્રમુખ ઉપપ્રમુખની વરણી પૂર્ણ થતાં જ કોંગ્રેસ સભ્યોએ ચા નાસ્તો કર્યા વગર જ વોકઆઉટ કર્યો હતો. ચૂંટણીમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખનો સત્તાવાર રીતે જાહેર કરાતાં જિલ્લા મંત્રી રુચિતા રાજ પાર્ટી પ્રમુખ જશુ બામણીયા એપીએમસી વા.ચેરમેન કાળુ સંગાડા જીલ્લા મહામંત્રી મહેન્દ્ર પલાસ, પ્રફુલ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના બાર તો કોંગ્રેસના ચાર સભ્યો માટે બેઠક વ્યવસ્થા અલગ અલગ ગોઠવતા કોંગ્રેસ ઉમેદવારે બેઠક દીઠ ખુરશી ગોઠવ વાની વ્યવસ્થા કરવાની રજુઆત કરી હતી. ચૂંટણી અધિકારીએ તેમની વાતને ફગાવી દીધી હતી અનેક ગોઠવેલી વ્યવસ્થા પ્રમાણે જ બેસવા માટે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: