પ્રમુખપદની ચુંટણી: દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખપદ માટે 24 માર્ચે ચુંટણી યોજાશે, ચાર્મી સોની અને મદીના ભીખાના નામ ચર્ચામાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Election For The Post Of President Of Devgarh Baria Municipality Will Be Held On March 24, The Names Of Charmi Soni And Madina Bhikha Are Under Discussion.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પરદા પાછળના ખેલાડીઓ ગત વખતની જેમ ખેલ નહી કરે તો ચાર્મી સોનીની જીત નિશ્ચિત હોવાનું રાજકીય ગણિત 2022ને અનુલક્ષીને આ ચુંટણી મહત્વની મનાય છે

દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખપદ માટે 24 માર્ચે ચુંટણી યોજાવાની છે. ત્યારે ગત વખતે રાજકીય રીતે નાટકીય બની ગયેલી આ ચુંટણીમાં કોણ વિજેતા બનશે તેના પર સૌ કોઇની મીટ મંડાયેલી છે. કારણ કે રાજ્ય સરકારમાં મંત્રી પદ ભોગવતા રાજ્ય મંત્રીનો આ મત વિસ્તાર છે, ત્યારે 2022ને અનુલક્ષીને પણ આ ચુંટણી મહત્વની માનવામાં આવે છે.

દેવગઢ બારીયા નગર પાલિકામાં થોડા સમય પહેલાં જ પ્રમુખ પદ માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં દક્ષા નાથાણીને ભાજપે પ્રમુખ પદના અને પૂર્વ પ્રમુખ ચાર્મી સોનીને ઉપ પ્રમુખ પદના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ચાર્મી સોનીએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. પરિણામે મતદાન કરાયુ હતુ. જેમાં બંન્ને મહિલા ઉમેદવારોને 12-12 મત મળ્યા હતા.જેથી ચિઠ્ઠી ઉછાળતાં દક્ષાબેન વિજયી જાહેર થયા હતા.

ત્યારબાદ દક્ષા નાથાણીનુ સભ્ય પદ રદ કરવા રીટ કરવામાં આવી હતી. કારણ કે તે કોંગ્રેસમાંથી ચુંટાઇને આવ્યા હતા અને ભાજપાના મેન્ડેટ પર પ્રમુખ પદે ચુંટાયા હતા. જેથી આ અરજી માન્ય રાખી પ્રમુખનું જ સભ્ય પદ રદ કરવાનો હુકમ કરી દેવાતાં દેવગઢ બારીયા પાલિકામાં રાજકીય ભુકંપ આવ્યો હતો. ત્યારબાદ ફરીથી પ્રમુખ પદની ચુંટણીનો માર્ગ મોકળો થઇ જતાં 24 માર્ચે ચુંટણી યોજાવા જઇ રહી છે.

સામાન્ય મહિલા માટે પ્રમુખ પદ અનામત છે ત્યારે હવે ભાજપામાંથી ચાર્મી સોની ઉમેદવારી કરશે તેમ જાણવા મળ્યુ છે .બીજી તરફ કોંગ્રેસમાંથી મદીનાબેન ભીખાનું નામ સંભળાય છે. આમ તો દેવગઢ બારીયા પાલિકામાં શરુઆતમાં કોંગ્રેસનુ શાસન આવ્યુ હતુ પરંતુ મોટા ભાગના કોંગ્રેસીઓએ કેસરિયો કરી લેતાં પાલિકા પર ફરીથી ભગવો લહેરાયો હતો. કોંગ્રેસના જૂજ સભ્યો છે ત્યારે ભાજપાનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે,પરંતુ પરદા પાછળના ખેલાડીઓ ગત વખત જેમ કોઇ નવો ખેલ કરે છે કે મૂક દર્શક બની રહેશે તેના પર જ પરિણામ નિર્ભર છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: