પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: દાહોદ જિલ્લામાં NFSA રેશનકાર્ડ ધરાવતા 2,63,458 પરિવારો સુધી અનાજ પહોંચશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- અત્યાર સુધીમાં 140773 કુંટુંબો સુધી મે અને જૂન માસ માટેનું પાંચ કિલો રાશન પહોંચ્યું
સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે અને જુન માસ માટે 5 કિલો અનાજ આપ્યું છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 1.40 લાખ કરતા વધુ રાશનકાર્ડ ધારક કુંટુંબોએ આ રાશન મેળવ્યું છે. મે મહિનાના અંત સુધીમાં 2,63,458 રેશનકાર્ડ ધરાવતા કુંટુંબોને એટલે કે જિલ્લાના 14,87,989 લોકોને આ યોજનાનો સીધો લાભ આપશે.
આ યોજના અંતર્ગત એનએફએસએ રેશનકાર્ડ ધરાવતા કુંટુંબોને વ્યક્તિદીઠ 5 કિલો અનાજ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે. જેમાં 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 1,40,773 કુંટુંબો સુધી અનાજ પહોંચતું કર્યું છે. મેના અંત સુધીમાં 263458 કુંટુંબો સુધી બે મહિનાનું અનાજ પહોંચશે. આ ઉપરાંત અંત્યોદય કુંટુંબોને 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 1 કિગ્રા તુવેરદાળ, 1 કિલો ખાંડ જેમાં 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને 3થી વધુ વ્યક્તિ દીઠ 350 ગ્રામ રાહત દરે આપી રહી છે.
1 કિલો આયોડાઇઝ મીઠું 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને 6થી વધુ વ્યક્તિ હોય તો 2 કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવે છે. જયારે અગ્રતા ધરાવતા કુંટુંબને વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘઉં, 1.50 કિલો ચોખા અને કાર્ડ દીઠ 1 કિલો તુવેરદાળ રાહત દરે આપી રહી છે.
આ ઉપરાંત તમામ બીપીએલ કાર્ડ ધારક કુંટુંબોને વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ અને 1 કિલો આયોડાઇઝ મીઠું 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને 6 થી વધુ વ્યક્તિ હોય તો 2 કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવવામાં આવે છે. કુલ 72621 અંત્યોદય અને 190846 અગ્રતા ધરાવતા કુંટુંબો એમ કુલ 263458 નેશનલ ફૂડ સેફટી એક્ટ અન્વયેના રેશનકાર્ડ ધરાવતા કુંટુંબો છે જેમને આ મે મહિનાના અંત સુધીમાં મે અને જુન એમ બે માસ માટેનું રાશન નિ:શુલ્ક આપશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed