પ્રથમ ખોળાના છોકરા મામલે બીજા પતિએ પત્નીનું કાસળ કાઢ્યું

  • ગત માર્ચ માસમાં જ બીજા લગ્ન કર્યા હતા

દિવ્ય ભાસ્કર

Aug 17, 2020, 05:34 AM IST

દાહોદ. દેવગઢ બારિયા નગરમાં પત્ની પોતાના પહેલા ખોળાના છોકરાને ઘરે લાવવાની જીદ કરતી હોવાથી આવેશમાં આવેલા બીજા પતિ સહિતનાએ તેનું કાસળ કાઢ્યું હતું. ધાનપુર રોડનાં આમીરખાન પઠાણના લગ્ન ગત માર્ચ માસમાં ઝેબા નામક યુવતી સાથે થયા હતાં. ઝેબાના આ બીજા લગ્ન હતી ત્યારે તેના પહેલા ખોળાના દિકરા ઝાંબાઝખાનને લાવવાની જીદ કરતી હતી. ત્યારે આ બાબતે પતિ આમીરખાન સહિતના સાસરિયાનો વિરોધ હોવાથી ડખા થતાં હતાં.

મામલો હદથી વધતા પતિ આમીરખાન, સસરા હમીદખાન,સાસુ કરામતબાનુ, જેઠ રઇસખાન અને જેઠાણી નીલોફરબેને મળીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ઝેબાની હત્યા કરી નાખી હતી. આ મામલે ઝેબાના ભાઇની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: