પ્રત્યાઘાત: ધાનપુરના ખજૂરીમાં મહિલા સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટના મામલે કોંગ્રેસ આકરા પાણીએ, સરકાર મહિલાઓના રક્ષણમાં નિષ્ફળ હોવાનો આક્ષેપ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In The Wake Of The Heinous Incident Involving A Woman In Khajuri, Dhanpur, The Congress Is Furious, Accusing The Government Of Failing To Protect Women
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરિણીતા ઉપર થયેલા અત્યાચારના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ઘટના સંદર્ભે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી મહિલાઓ ઉપર થતાં અત્યાચારના બનાવો અટકાવવા પગલા લેવા તેમજ કોંગ્રેસ પરિવાર દ્વારા આ બનાવને શબ્દોમાં વખોડી કાઢી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી આ મામલે ન્યાયિક તપાસ થાય તેવી રજૂઆત કરી હતી.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં અવારનવાર મહિલાઓ ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામની શ્રમિક વર્ગની પરિણીતાને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા આ અંગેની જાણ તેના પતિ તેમજ સાસરીયાઓના તેમજ ગ્રામજનોને થતા તેઓ દ્વારા પરિણીતાને માર મારી કપડાં, ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની ઉપર પુરુષને બેસાડી ગામમાં ફેરવી હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે હાલની ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપો પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધાનપુરના ખજુરી ગામની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ ઘટના મામલે યોગ્ય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed