પ્રતિષ્ઠાનો જંગ: દાહોદ જિલ્લા પંચાયતની સત્તા યુવાન આદિવાસી મહિલાના હાથમાં, વિજેતા ઘોષિત કરવાની ઓૈપચારિક્તા બાકી રહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ જિલ્લાપંચાયતની ફાઈલ તસવીર - Divya Bhaskar

દાહોદ જિલ્લાપંચાયતની ફાઈલ તસવીર

  • પ્રમુખપદ માટે શીતલ વાઘેલા અને ઉપપ્રમુખ પદે સરતન ચૌહાણે ફોર્મ ભર્યું આવતી કાલની સભામાં વિજેતા ઘોષિત કરવાની ઓૈપચારિક્તા જ બાકી રહી

દાહોદ જિલ્લા પંચાયતની સત્તા દર વખતે પ્રતિષ્ઠાનો જંગ બની જાય છે. બીજી તરફ આજે તેના માટે એક એક જ ઉમેદવારી પત્ર ભરાતા પ્રમુખ અને ઉપપ્રમુખ આવતી કાલની સામાન્ય સભામાં બીનહરીફ જાહેર કરવામાં આવશે. બંન્ને ઉમેદવારોએ આજે હોદ્દેદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા હતા. અને ત્યાર બાદ વિજય નિશ્ચિત જણાતાં એક બીજાનું મોઢુંપણ મીઠું કરાવ્યુ હતુ.

ગઇ વખતે કોંગ્રેસે બે બેઠકની પાતળી બહુમતીથી સત્તા મેળવી હતી

દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત વખતે કોંગ્રેસે બે બેઠકની પાતળી બહુમતીથી સત્તા મેળવી હતી. પરંતુ સત્તા મેળવતાં પહેલા ભાજપા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સમરાંગણ સર્જાયુ હતુ. જો કે છેવટે કાયદાનું શરણું લઇને પણ કોંગ્રેસે સત્તા અંકે કરી હતી. બીજી તરફ અઢી વર્ષના શાસન બાદ કોંગ્રેસના 9 સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી હતી. અને ત્યાર બાદ સામાન્ય ચુંટણીઓ આવી હતી.

50 બેઠકો પૈકી ભાજપે એક તરફી જીત મેળવી સાગમટે 43 બેઠકો અંકે કરી લીધી

ભાજપે કુલ 50 બેઠકો પૈકી ભાજપે એક તરફી જીત મેળવી સાગમટે 43 બેઠકો અંકે કરી લીધી હતી. કોંગ્રેસને ફાળે આંગળીના વેઢે ગણી શકાય તેટલી 6 બેઠકો આવી છે. જ્યારે એક બેઠક પર અપક્ષે પણ ખાતું ખોલાવ્યુ છે. આમ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા તો હસ્તગત કરી જ લીધી હતી. પરંતુ પ્રમુખ કોણ બનશે તે લાખ રૂપિયાનો સવાલ મુખ્યત્વે ભાજપાના કાર્યકરો અને નેતાઓ વચ્ચે હતો. કારણ કે પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાને કારણે એક કરતાં વધુ નામ ચર્ચાતા હતા. પરંતુ આજે માત્ર એક જ એક જ ફોર્મ ભરાયા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પૂર્વે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે જાલેદ તાલુકાની વગેલા બેઠક પરથી વિજેતા થયેલા શીતલ વાઘેલા અને ઉપપ્રમુખપદ માટે દુધિયા બેઠકના વિજેતા સરતન ચૈાહાણે ઉમેદવારી નોંધાવી હતી. અન્ય કોઇ ઉમેદવારી ન નોંધાતા બંન્ને ઉમેદવારોના વિજેતા થવાની ઘોષણા બુધવારે સવારે મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: