પ્રતિક્ષા પુરી: દાહોદ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 17 માર્ચે યોજાશે, કોથળામાંથી બિલાડું નીકળવાનો ડર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સીનિયોરીટી, જાતિવાદ કે જૂથવાદ ત્રણમાંથી કોની જીત થશે તેની ચર્ચા શરૂ પ્રમુખનું નામ નક્કી થશે તેના આધારે જ ઉપપ્રમુખની નિયુકિત કરાશે તે નિશ્ચિત

દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાગ ડોળે રાહ જોવાઇ રહી હતી.ત્યારે હવે આ ચૂંટણી તારીખ 17 માર્ચના રોજ યોજાનાર છે. જેથી દાવેદારો અને તેમના ટેકેદારોએ લોબીંગ શરુ કરી દીધુ છે. પાલિકાનું સુકાન કોને સુપરત કરવામાં આવશે તે આગામી બે ત્રણ દિવસમાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. દાહોદ નગર પાલિકામાં ભાજપ છેલ્લા 25 વર્ષથી એકચક્રીય શાસન ભેગવી રહ્યુ છે. ત્યારે છઠ્ઠી વખત પણ ભાજપે અકલ્પનીય જીત મેળવી છે. કારણ કે 36 માંથી 31 બેઠકો પર વિજય પતાકા લહેરાવી શહેરમાં કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દીધી છે.

36 માંથી 31 બેઠકો પર ભાજપની જીત થઇ છે તારીખ 2 માર્ચે પરિણામો જાહેર થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઘણાં સાચા ખોટા નામોની ચર્ચા થઇ રહી છે. ત્યારે હવે તેનો નિર્ણય કઇ તારીખે થશે તે નિશ્ચિત થઇ ચુક્યુ છે. જેની કાગ ડોળે રાહ જેાવાતી હતી તે પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી તારીખ 17 માર્ચે દાહોદ નગર પાલિકાના સભાખંડમાં સવારે 11 કલાકે યોજાવાની છે. તેની જાહેરાત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે કરી દીધી છે. તેના માટે પણ ચૂંટણી અધિકારી તરીકે દાહોદના એસડીએમને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેથી જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોની સાથે જ દાહોદ પાલિકાના મુખિયાઓની ચૂંટણી કરી દેવામાં આવશે.

ભાજપ સીનિયોરીટીને ધ્યાનમાં લેશે કે પછી રાજકીય કદ જોશે દાહોદ પાલિકામાં 31 સભ્યો ધરાવતી ભાજપાએ મહિલાને પ્રમુખ પદ માટે પસંદ કરવાના છે. તેમાં સીનિયોરીટી જોવાશે કે પછી કઇ બેઠક પરથી જે તે દાવેદારે વિજય મેળવ્યો છે તેના આધારે મુલવણી કરાશે તેની ચર્ચા ચાલી રહી છે. બીજી વખત વિજેતા બન્યા હોય પરંતુ ભાજપની સીનિયોરીટીને જ ધ્યાનમાં લેવાશે કે પછી રાજકીય કદ અથવા જાતિવાદ બાજી મારી જશે તેવા ઘણાં પાસાઓ પર પોલીટીકલ પંડિતો ત્રિરાશી માંડી રહ્યા છે.

મુખ્યત્વે પ્રમુખ માટે વિવિધ નામોની ચર્ચા જુદી જુદી પારાશીશીને આધારે થઇ રહી છે. પરંતુ બધાને જ કોથળામાંથી બિલાડું તો નહી નિકળે ને તેનો ડર સતાવી રહ્યો છે. કારણ કે તેમના જ કાર્યકરોના કહેવા પ્રમાણે પક્ષના ઘણાં અલાદ્દીનો જાદુઇ ચિરાગ લઇને બેઠા છે. જેથી કોણ કયો જીન પ્રગટ કરી શકે તે હાલ કળી કે કહી શકાય તેમ નથી. ત્યારે પ્રમુખમાં કોનું નામ નક્કી થાય છે તેના આધારે જ ઉપપ્રમુખનું નામ પણ નક્કી કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: