પ્રજાસત્તાક દિનની ઉજવણી: એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દ્વારા દાહોદમાં 50 કિલો પુષ્પોની વર્ષા થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 72માં પ્રજાસત્તાક દિને બે હેલીકોપ્ટર રાષ્ટ્રધ્વજ ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવશે

દાહોદમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 જાન્યુઆરીના રોજ સવારના સમયે એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દાહોદના આકાશમાંથી ઉડવાના છે. આ હેલીકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે આ ઇવેન્ટની માહિતી આપતા કહ્યું કે, વડોદરા એરફોર્સ સ્ટેશન ઉપરથી બે ચેતક હેલીકોપ્ટર 26 જાન્યુઆરીના રોજ દાહોદ આવશે. આ હેલીકોપ્ટર દ્વારા તિરંગા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે હેલીકોપ્ટરમાં 50 કિલો ગુલાબના ફૂલો રાખવામાં આવશે. આ ફૂલોને એરફોર્સના જવાન નીચે વરસાવશે. આ માટે એક વખત રિહર્સલ કરવામાં આવશે.


Related News

Comments are Closed

%d bloggers like this: