પ્રકૃતિ પ્રેમીઓમાં આક્રોશ: દાહોદ ખાતે ટ્રિમિંગના બદલે આખું વૃક્ષ ધરાશાયી કરી દેવાયું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્રિમિંગના નામે વૃક્ષો કાપી દેવાતા આક્રોશ ફેલાયો

શહેરના પ્રવેશદ્વાર ગણાતા ગોધરા રોડ ઉપર આવેલો વધુ એક વૃક્ષને વીજતંત્ર દ્વારા જમીનદોસ્ત કરી નાખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. દાહોદના પ્રવેશદ્વારે આવેલા ચંદ્રશેખર આઝાદ ગાર્ડનની બહારના ભાગે આવેલો પૂર્ણ રીતે ઉછરી ચૂકેલો સપ્તપર્ણી નામે ઘટાટોપ વૃક્ષની ડાળીઓ, વીજળીના તારને અડતી હોઈ નજીકમાં આવેલા એક વેપારીએ તે સંદર્ભે વીજતંત્રને રજૂઆત કરતા તારીખ 6 જુલાઈના રોજ સવારથી વીજકર્મીઓની ટુકડીઓ સ્થળે પહોંચીને આ વૃક્ષને ટ્રીમીંગ કરી વીજના તારથી દૂર કરવાના બદલે આખા વૃક્ષને કૂહાડી વડે જમીનદોસ્ત કરી નાખ્યું હતું.

માત્ર બેચાર ડાળીઓ કાપીને ટ્રીમીંગ કરીને જે તકલીફ નિવારી શકાઈ હોત તે બદલે આખેઆખું લીલુંછમ વૃક્ષ જ વાઢી નાંખતા સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. આ બાબતની જાણ થતાં જ પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ અને દાહોદ વીજ વિભાગના અધિકારીએ સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા પણ ત્યાં સુધીમાં તો ઘટાટોપ વૃક્ષનું નિકંદન નીકળી ગયું હતું.

વીજતંત્ર દ્વારા વારંવાર ટ્રિમિંગના નામે અનેક વૃક્ષો કાપી નાંખવામાં આવે છે
તાજેતરમાં જ કોરોનાકાળમાં સહુને ઓક્સિજનનું મહત્વ ખબર પડી છે. તેમ છતાં પણ વીજતંત્ર દ્વારા અવારનવાર ટ્રીમીંગના નામે દાહોદમાં લીલાંછમ વૃક્ષોનો કાપી દેવાય છે. પ્રકૃતિપ્રેમીઓ એક તરફ શહેરને હરિયાળું કરવા વૃક્ષારોપણ કરે છે ત્યારે સરકારી વીજતંત્ર દ્વારા જ ગત બે વર્ષમાં માણેકચોક, વિશ્રામગૃહ નજીક, બ્લાઇન્ડ વેલ્ફેર કે ચાકલીયા રોડ જેવા વિસ્તારોમાં 35થી વધુ લીલાંછમ વૃક્ષોનો સંહાર કર્યો છે. ત્યારે હવે આ સંદર્ભે કડક પગલાં ભરી જે તે કાયદાનું નક્કર અમલીકરણ થાય તેવી લાગણી પણ વહી રહી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: