પોલીસ પર પથ્થરમારો: વાહન ચાલકોની પાસેથી અમને રૂપિયા અપાવો તેમ કહી પોલીસ પર પથ્થરમારો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- લીમડી ચાકલીયા રોડ પર થયેલા અકસ્માતમાં બે યુવતી મોતને ભેટી હતી
- સમજાવવા ગયેલી પોલીસ પર હુમલો : બે પો.કર્મી ઘાયલ, PSIની ટોળા સામે ફરિયાદ
ઝાલોદ તાલુકાના લીમડીના ચાકલીયા ચોકડી પર રવિવારના રોજ થયેલા ટ્રક અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતં બે યુવતીઓના સ્થળ પર મોત નિપજ્યા બાદ યુવતીના સ્વજનોએ વાહન ચાલક પાસેથી રૂપિયા અપાવવાની માંગણી સાથે મૃતદેહો સ્વિકારવાની ના પાડતા પોલીસના સમજાવ્યા બાદ પણ નહી માની બાર જેટલા ઇસમોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી ઇજાઓ પહોંચાડી પોલીસની ફરજમાં રૂકાવટ કરી ધિંગાણું મચાવ્યું હતું.
ઝાલોદ તાલુકાના લીમડીના ચાકલીયા ચોકડી પર મુસાફરો ભરેલ રીક્ષાને ટ્રક ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ શિલ્પાબેન રાયસીંગભાઇ ડામોર અને ટીનાબેન બાબુભાઇ ડામોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકોના સ્વજનોએ ટ્રક ચાલક પાસેથી અમોને રૂપિયા અપાવો નહી તો અમો લાશ નહી સ્વિકારીએ તેમ કહેતા સ્થળ પર હાજર લીમડી પી.એસ.આઇ. આર.ડી. ડામોર તથા કર્મચારીઓએ સમજાવ્યા છતાં તેઓ માન્યા ન હતા અને લીલવા ઠાકોર ગામના મહેશ રમસુ ડામોર, અરવિંદ કિર્તન ગણાવા, તુફાન જોરસીંગ ડામોર, રાયસીંગ વાલા ડામોર, કરાથના બાબુ મુળીયા ડામોર, અશ્વિનકાન્તી ડામોર, મંગળા વાઘજી ડામોર, ગજસીંગ ખાનજી ડામોર, અંબાના જનતબેન મના નિનામા, રાણીયારના જવસીંગ જળીયા પણદા, હીરોલાના રમીલાબેન રાકેશ સંગાડા અને રાકેશ ભુરસીંગ સંગાડા સહિતના ટોળાએ આવેશમાં આવી ગાળો બોલી રોડની સાઇડમાં પડેલા પથ્થરો લઇ પથ્થરમારો કર્યો હતો.
તેમાં હેડ કોન્સ્ટેબલ જયેશ શાંતિલાલ અને કોન્સ્ટેબલ શૈલેષ કશનભાઇ ઘાયલ થયા હતાં. 10થી 50 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. લીમડીમાં પોલીસ ઉપર પથ્થરમારાની ઘટનાની જાણ થતાં દાહોદથી એલસીબી, એસઓજી સાથે આસપાસના પોલીસ મથકોમાંથી પણ પોલીસ કુમક લીમડી ખડકી દેવામાં આવી હતી. આઠ વ્યક્તિઓની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed