પોલીસની તવાઈ: ગરબાડાના પાટીયા ગામે મોટા અવાજે ડીજે વગાડનારા ઈસમ સામે કાર્યવાહી, પોલીસે ગુનો નોંધી ડીજે જપ્ત કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દેવગઢ બારીયાના ખજૂરીમાં પણ ડીજે જપ્ત કરવામાં આવ્યુ મંજૂરી વગર 10 વાગ્યા બાદ ડીજે વગાડતા કાર્યવાહી

કોઇપણ જાતની પરવાનગી લીધા વગર રાત્રિના 10 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ કરતાં એકમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સહિત ગરબાડા મામલતદારની ટીમે લાલ આંખ કરી સપાટો બોલાવતા ગરબાડા પોલીસે છેલ્લા બે દિવસમાં ત્રણ ડીજે જપ્ત કર્યા છે.

ગરબાડા તાલુકાના પાટીયા ગામે રાત્રિના 10 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડનાર ઈસમ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ડીજે જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.તેવી જ રીતે દેવગઢ બારીયા તાાલુકાના નાની ખડૂરીમાં પણ એક ડીજે જપ્ત કરાયુ છે.જેમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, હાલમાં કોરોના મહામારી ચાલતી હોવા છતા લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડી મોટા પ્રમાણમાં માણસો ભેગા કરી ગરબા તથા નાચ ગાન કરતાં હોય છે.જે બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાના ભંગ બદલ કેસો કરવા સારું ગરબાડા પીએસઆઇ પી.કે.જાદવ તેમના પોલીસ સ્ટાફ તથા ગરબાડા મામલતદાર કચેરીના કરમચારીઓ સાથે ગતરોજ તારીખ 12ના રોજ નાઈટ પેટ્રોલિંગમાં હતા .તે દરમ્યાન રાત્રિના પોણઆ બાર વાગ્યે ગરબાડા તાલુકાના પાટીયા ગામે ભુગેલાવ ફળીયા રોડ આવતા ત્યાં એક ડીજે સિસ્ટમ મોટા અવાજમાં વાગતું હતુ.

જેથી પોલીસે અવાજની દિશામાં તપાસ કરતાં પાટીયા ગામે ભુગેલાવ ફળિયામાં એક આઇસર ગાડીમાં ડીજે સિસ્ટમ લગાડી મોટા અવાજે વાગતું હોઈ અને તેના મ્યુઝિકમાં કેટલાક ઇસમો નાચતા હતા. તેવામાં પોલીસ ત્રાટકતા ડીજેના મ્યુઝીકમાં નાચી રહેલા ઇસમો પોલીસને જોઈને ખેતરોમાં અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા.જ્યારે આઇસર ગાડીનો ચાલક અભલોડ ગામનો ખુમાનસીંગ વાલજીભાઈ કટારા પોલીસના હાથે ઝડપાઇ જતાં ગરબાડા પોલીસે તેની પૂછપરછ કરી ડીજે સહિત આઇસર વાહન જપ્ત કરી તેના વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.તેવી જ રીતે દેવગઢ બારીયા તાલુકાના નાની ખજૂરીમાં પણ લગ્ન પ્રસંગમાં ડીજે વગાડી જાહેરનામાનો ભંગ કરાતા ડીજે જપ્ત કર્યુ હોવાની માહિતી મામલતદારે આપી છે.જેમાં લગ્નના યજમાન સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: