પેથાપુર ખાતે ATMનો અભાવ, રૂપે કાર્ડ અપાયા! કિઓસ્ક દ્વારા વધુ ચાર્જ લેવાતાની બૂમ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ પેથાપુર ગામમાં માત્ર એક જ બરોડા ગુજરાત ગ્રામિણ બેન્ક આવેલી છે. આજુબાજુ ગામોનો નાણાંકિય વ્યવહાર હોય કે સરકારી યોજનાના ખાતેદારમાં નાણા જમા થતા હોય છે. જે નાણાનો ઉપાડ કરવા દૂર દૂરથી આવતા ખાતેદારોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમજ બેન્કમાં મુળભુત ગ્રાહક તરીકેની કોઇ સુવિધા નથી. પીવાના પાણીની કે બેઠક વ્યવસ્થા જેવી કોઇ સગવડ નથી.

આમ ગ્રામ્ય સ્તરે આવેલ એક માત્ર ગ્રામીણ બેન્કમાં ATMના અભાવે સરકાર દ્વારા આપેલ રૂપે કાર્ડ માત્ર શોભા માટે આપ્યા હોય તેવુ જણાય છે. જેનો લાભ પ્રાઇવેટ ધંધો કરતા કિઓસ્ક લઇ બેઠેલા કે જેનો રાફડો ફાટ્યો હોય તેમ બીલાડીની ટોપની જેમ બેન્કના 50 મી.ના અંતરમાં જ 5 જેટલા કિઓસ્ક આવેલ છે. 500 મી.ની અંતરમાં તો 10થી 15 જેટલા આવેલા છે. પેથાપુર ગામ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે. અહીં મામુલી પૈસા ઉપાડ કરવા પણ ચાર્જ કિઓસ્ક નિયમ કરતા વધુ જેમકે રૂા.1000 સામે 100થી 200 જેટલો ચાર્જ વસુલે છે અને બેન્ક પણ લેવડ દેવડ આસપાસના કિઓસ્કમાં જાઓ તેવુ કહેતા લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેથી વહેલી તકે આસપાસના ગ્રામજનોની હોય જે વહેલી તકે ATMની સુવિધા આપવાની માગ ઉઠી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: