પુના નિવાસી હાલમાં અમેરીકામાં સ્થાયી થઈ ગયેલ એક NRIએ પોતાના માતા પિતા સાથે મળીને પત્નીને દહેજ માટે ત્રાસ આપતા દાહોદ ખાતે પોલીસ ફરિયાદ

KEYUR PARMAR – DAHOD
       પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરના શબ્બીર અબ્બાસી ઘડિયાળી આશરે બે વર્ષ અગાઉ દાહોદની વોહરા સમાજની એક કન્યા સાથે લગ્ન કરી અમેરિકા લઈ ગયો હતો ત્યાં લગ્નના સાત-આંઠ માહિનામાં જ પતિએ પોતાની પત્ની પર ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતું. ત્યાર બાદ તેના માતા પિતા અબ્બાસી ફકરુદ્દીન ઘડિયાળી અને નફિસાબેનએ પણ પોતાની પુત્રવધૂને દહેજ માટે અવારનવાર ત્રાસ આપતા ક્યારેક બાથરૂમમા તો ક્યારેક સંડાસ માં પૂરી દેતા હતા અને જ્યારે પીડિતાને તરસ લાગે ત્યારે બાથરૂમ કે સંડાસના નળનું પાણી પીવા મજબૂર કરતાં હતા અને જ્યારે પીડિતાની નણંદ પણ પુના આવતી તો તે પણ તેના પર ત્રાસ ગુજારતી હતી. પીડિતાએ બાળકને જન્મ આપ્યો તો બાળક સાથે પણ ઓરમાયું વર્તન કરી પીડિતાને બાળક સાથે જ બાથરૂમમાં પૂરી દેતા હતા.
       નસીબસંજોગ પીડિતા દાહોદ ખાતે આવી ત્યારે તેણે દાહોદ પોલીસ સ્ટેશને પોતાના પતિ શબ્બીર અબ્બાસી ઘડિયાળી, સસરા અબ્બાસી ફકરુદ્દીન ઘડિયાળી, નફિસાબેન તથા નણંદ સામે દહેજની માંગણી કરતી ફરિયાદની નોંધાવી હતી. ત્યારે પોલીસે સઘન તપાસ કરતાં પુના સ્થિત તેમના મકાનનો ફોન ટ્રેસ કરતાં માલૂમ પડ્યું કે તેઓ અવારનવાર પીડિતાને દહેજ માટે ત્રાસ આપતા હતા. તે સંદર્ભે દાહોદ પોલીસ સ્ટાફના ત્રણ જવાનો પુના જઈ પુનાના પોલીસ સ્ટાફની મદદથી ત્રણેય ને પકડી દાહોદ લાવવામાં આવ્યા હતા.
       એક બાજુ સમાજમાં દહેજ લેવું એ એક ગુનો ગણાય છે અને કહેવાય છે કે આ દહેજ પ્રથા ફક્ત હિન્દુઓમાં જ હોય છે પરંતુ સભ્ય સમાજ ગણાતા વોહરા સમાજમાં પણ આ દુષણ પ્રવેશી ગયું છે તે એક શરમજનક બાબત છે. જ્યારે આ દહેજ પ્રથાને નાબુદ કરવા સરકાર અનેક પગલાં ભરે છે પરંતુ દહેજપ્રથા માટે લાગે છે કે સરકારશ્રી દ્વારા હજી વધુ પડતાં કડક નિયમો અંગે પગલાં ભરવાની જરૂર છે. કે જેથી કોઈપણ સ્ત્રી આ દહેજ પ્રથાનો ભોગ ના બને.
દાહોદ જિલ્લા પોલીસવડા ની સૂચનાથી અને દાહોદ ટાઉન પી.આઈ  પટેલ ના માર્ગ દર્શન હેઠળ રાજુભાઈ,  મુકેશભાઈ અને સ્ટાફના માણસો આરોપીયો ના ફોને ટ્રેસ કરી અને પુનાથી ધરપકડ કરી અને લાવ્યા જયારે મુખ્ય આરોપી અમેરિકા નાસી ગયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: