પુનર્લગ્ન/ દાહોદમાં વિધવા ભાભી સાથે શારીરિક તકલીફ ધરાવતા દિયરે સંસાર માંડ્યો

નવદાંપત્ય જીવન આરંભ કરતી જોડીને સહુ સ્વજનોએ ઉદારતાથી શુભાશિષ પાઠવ્યા હતા

 • Re Married- Uncles Son Did Marriage With Brothers Widow Wife In Dahod

  વિધવા ભાભીને પરણેલો દાહોદનો મનન

  * વિધવા પત્નીના પતિ જીગરને કેન્સરની બીમારી હતી, 9 મહિના પહેલા જ અવસાન થયું
  * જીગરની યુવાન પત્ની કિંજલની બે દીકરીઓ સાથેની દયનીય હાલત સહુ સ્વજનોને ચિંતા કરાવતી હતી
  * ડાકોરમાં જીગરના કાકાના દીકરના મનને વિધવા ભાભી કિંજલ સાથે લગ્નગ્રન્થિમાં જોડાયા

  સચિન દેસાઈ, દાહોદ: દાહોદના માત્ર 31 વર્ષીય યુવાન મનન ભટ્ટે, પોતાના કાકાના સ્વર્ગસ્થ દીકરાની વિધવા પત્ની સાથે સંસાર રચી ઉમદા દ્રષ્ટાંત બેસાડ્યું છે. ગ્રામીણ બેન્કમાંથી નિવૃત્ત જ્યોતિન્દ્રભાઈ ભટ્ટના જ્યોતિષ તરીકે જાણીતા યુવાન પુત્ર જીગર(ગોપાલ)ભટ્ટના લગ્ન મૂળ મહેસાણાની, ભરૂચ સ્થિત કિંજલ સાથે થયા હતા.

  વિધવા ભાભીને પરણેલો દાહોદનો મનન

  જીગરના સગા કાકાના શારીરિક રીતે થોડા અશક્ત એવા દીકરા મનનના લગ્ન કિંજલ સાથે જ થાય તે માટે આ પરિવારના સ્વજન જેવા અજયભાઈ શેઠે સમજાવટ આદરી. દાહોદના કથાકાર નલીનભાઈ શંભુપ્રસાદ ભટ્ટના પુત્ર મનન સાથે જ પોતાનું જ નીવડેલું સ્વજન, સૌભાગ્યવતી પુત્રવધુ તરીકે લાવવાની વાત સ્વીકૃત બની. પોતાની બબ્બે દીકરીઓ સાથે પોતે પણ નિશ્ચિંત રહે તેવા જ પરિવારમાં પોતે સેટલ થાય, તેવી વિચારસરણી ધરાવતી કિંજલને પુન: સૌભાગ્ય આપવાની ક્રાંતિકારી ગણાતી આ બાબત બંને પક્ષે ત્રણેક માસની ધીર ગંભીર ચર્ચાઓ બાદ આવકાર્ય બનવા પામી. તા.13 ડિસેમ્બરે ડાકોર ખાતે નિર્ધારેલ લગ્ન પ્રસંગે દાહોદથી લઇ અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના સ્થળેથી બંને પક્ષના સ્વજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને નવદાંપત્ય જીવન આરંભ કરતી જોડીને સહુ સ્વજનોએ ઉદારતાથી શુભાશિષ પાઠવ્યા હતા. તો સાંજે દાહોદ ખાતે તેઓનું આગમન થતા બ્રાહ્મણ અને વૈષ્ણવ સમાજ સહિતના લોકોએ તેમનું સામૈયું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. હરિરાય બાવાશ્રીએ પણ આ પ્રસંગે વરઘોડિયાઓને આ ક્રાંતિકારી પગલાં બદલ ટેલિફોનિક આશીર્વાદ પાઠવ્યા છે.

  મને આ લગ્નથી ગર્વની લાગણી થાય છે

  મારી પત્ની પ્રજ્ઞાબેન, પરણિત દીકરી જયતિ અને જમાઈ સહિતના સહુ સ્વજનોએ મનનના લગ્ન, મારા સ્વ.ભત્રીજા ગોપાલની પત્ની કિંજલ સાથે લગ્ન થાય તે બાબતે સહમતિ આપી છે. ધાર્મિક દ્રષ્ટિ કરતા સામાજિક દ્રષ્ટિ કેળવીને વિચારતા આ પ્રકારે પરસ્પર સહમતિથી અગાઉના સમયે લગ્ન થતા જ હતા. તેમાં ખોટુંય શું છે! મારા ઘરમાં, મારા જ પરિવારની યુવાન દીકરી આવી છે તે બાબતે મને ગર્વની લાગણી થાય છે- નલીનભાઈ ભટ્ટ (શાસ્ત્રી), મનનના પિતા

  મનન, ક્રાંતિકારી વિચારસરણીનો છે

  2006 માં પોતાનો બી.ઈ. મિકેનીકલનો અભ્યાસક્રમ સંપન્ન કરવાની તૈયારીમાં હતો ત્યારે જ બ્રેઈન ટ્યુમરની વ્યાધિ લાગુ પડતા અમદાવાદ ખાતે ઓપરેશન થયું હતું. તેમાં કોઈ ક્ષતિ રહી જતા ફરીથી મુંબઈમાં ઓપરેશન થયું હતું. બે ઓપરેશનને લઈને મનન સ્વાભાવિક રીતે થોડો અશક્ત બની ચુક્યો હતો. અલબત્ત, મક્કમતાથી તેને આ પરિસ્થિતિનો સામનો કરતા છેલ્લા ચારેક વર્ષથી તે પોતાની રીતે વિકલાંગ માટેનું સ્કૂટર પણ ચલાવતો થયો છે. તાજેતરમાં તેને દાહોદ અર્બન બેંકમાં પણ ફીક્સ પગારની નોકરી મળતા હવે તમામ રીતે પોતે જ પગભર થવા પામ્યો છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: