પાવાગઢ માતાજીના દર્શને પગપાળા સંઘ રવાના

દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામના મોટા ફળિયા ના જય અંબે યુવક મંડળ ના યુવાનો, બહેનો રવિવારના રોજ પગપાળા પાવાગઢ માં…

 • Dahod - પાવાગઢ માતાજીના દર્શને પગપાળા સંઘ રવાના

  દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામના મોટા ફળિયા ના જય અંબે યુવક મંડળ ના યુવાનો, બહેનો રવિવારના રોજ પગપાળા પાવાગઢ માં કાલિકાના દર્શન કરવા ખૂબજ ભક્તિ ભાવ પૂર્વક નિકળતા આખું ગામ ભક્તિ મય બન્યું હતું.

  દાહોદ લાયન્સ ક્લબ દ્વારા સફાઈ કર્મીઓનું સન્માન

  દાહોદ. લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા સમગ્ર શહેરના આરોગ્ય, સફાઈ અને સુંદરતાની જવાબદારી નિભાવતા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું દાહોદના તમામ ૯ વોર્ડના કામદાર મિત્રોનો સન્માન કાર્યક્રમ પ્રમુખ જયકિશન જેઠવાણી તથા મંત્રી સજજાદ ભાટીયાના નેતૃત્વમાં સીંધી સોસાયટી સ્થિત સ્વામી લીલાશા જમણવાડીમાં યોજાયો હતો. જેમાં દાહોદ શહેર ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, શહેર ભાજપ મંત્રી તુલસીભાઈ જેઠવાણી તેમજ સમગ્ર લાયનસ ક્લબના મિત્રોની હાજરીમાં સફાઈકામદારોને સર્ટીફિકેટ, શાલ તેમજ બહેનોને સર્ટિફિકેટ ને સાડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન પ્રો. આશિષભાઇ મોદી દ્વારા અને આભારવિધિ કુતુબભાઈ રાવત દ્વારા કરવા આવી હતી.

  દાહોદમાં 4500 લોકોએ અમૃતપેય ઉકાળાનો લાભ લીધો

  દાહોદમાં ચિકનગુનિયા, વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુ જેવા માનવીને આર્થિક અને શારીરિક તોડી પાડતા દર્દોનો વાવર ચાલે છે ત્યારે સ્ટેશનરોડ સ્થિત બુરહાની સોસાયટી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી રોગપ્રતિકારક અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરતા કુલ 4500 નગરજનોએ તેનો લાભ લીધો હતો. કાઉન્સિલર સલમાબેન આંબાવાલાના નેતૃત્વમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો પણ 300 લોકોએ લાભ લીધો હતો.

  વેજલપુરમાં પાંચમા નોરતે નવચંડી યજ્ઞની શરૂઆત કરાઇ

  વેજલપુરના કાછીયાવાડમા પાંચમા નોરતે વહેલી સવારથી શાસ્ત્રોક વિધિ સાથે નવચંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: