પાલિકા-પંચાયતની ચૂંટણી: દાહોદ જિલ્લામાં મતદાન શરૂ, 6 મતદાન મથકોમાં ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • પ્રથમ બે કલાકમાં 6.32 ટકા મતદાન નોંધાયુ

દાહોદ જિલ્લામાં મતદાન શરુ થઇ ચુક્યુ છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે મતદાન વેળાએ પણ આરોગ્ય વિભાગ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. જેથી મતદારોનુ થર્મલ સ્ક્રીનીંગ કરીને તેમને સેનેટાઉઝેશન કરાવીને પછી મતદાન મથકમાં મોકલવામાં આવી રહ્યા છે.દાહોદ જિલ્લામાં 6 મતદાન મથકોમાં ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા છે. દાહોદ નગર પાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરુ થઇ ચુક્યુ છે.9 વોર્ડની 35 બેઠકોની ચુંટણી થવાની છે ત્યારે પ્રથમ બે કલાકમાં 6.32 ટકા મતદાન નોંધાયુ છે.

દાહોદ જિલ્લામાં શાંતિ પૂર્ણ રીતે મતદાન સરુ થયુ હતુ પરંતુ 6 ઠેકાણે ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા હોવાની માહિતી જિલ્લા ચુંટણી શાખામાંથી મળી છે. જેમાં દાહોદ તાલુકાના હિમાલામાં,લીમખેડામાં કુણધા અને પરમારના ખાખરીયા,તેમજ ફતેપુરા તાલુકામાં નાની ઢઢેલી અને વાંદરિયા પૂર્વ તેમજ સંજેલીના કુંડાના એક મતદાન મથકમાં ઇવીએમ ખોટકાતાં તુરત જ તેને બદલીને મતદાન શરુ કરી દેવાયુ હતુ. જો કે ઇવીએમ ખોટકાવાને કારણે મતદાન પ્રભાવિત થયુ ન હોવાનુ પણ ચુંટણી શાકામાંથી જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: