પાલિકાનું પાણીપત: દાહોદ પાલિકાની ચુંટણીમાં ઉમેદવારોનો રાફડો કોઇકને રોવડાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગત ચુંટણીમાં 9 વોર્ડમાં 99 મુરતિયા હતા જ્યારે આ વખતે 129 મેદાનમાં છે એક પણ વોર્ડમાં એક ડઝન કરતાં ઓછા ઉમેદવાર ન હોવાથી મતોનું વિભાજન થઇ શકે

દાહોદ નગર પાલિકાની ચુંટણીના પ્રચારમાં હવે ધીમે ધીમે ગરમાવો આવી રહ્યો છે.તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતે તમામ વોર્ડમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યાે છે.કારણ કે 12 કરતા ઓછા ઉમેદવાર એક પણ વોર્ડમાં નથી.જેથી ગત વખતની સરખામણીએ30 ઉમેદવારો વધુ મેદાનમાં છે ત્યારે આ ઉમેદવારો કોનુ ગણિત બગાડશે તે હાલ કહેવુ અશક્ય છે.

દાહોદ નગર પાલિકામાં 1995 થી ભારતીય જનતા પક્ષનુ એક ચક્રીય શાસન છે.ગત વખતે કુલ 36 માંથી ભાજપાના 22 અને કોંગ્રેસના 13 તેમજ ેક અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા પરંતુ અપ7 ઉમેદવાર ભાજપાનો જ બળવાખાેર હોવાથી તે ફરી ભાજપામાં ભળી જતાં કુલ સંખ્યાબળ 23નુ થઇ ગયુ હતુ.તે વખતે તમામ 9 વોર્ડમાં થઇને કુલ 89 ઉમેદવાર મેદાનમાં હતા.જેમાં સૌથી વધુ 14-14 ઉમેદવાર વોર્ડ નં4 અને 5માં હતા.જ્યારે સૌથી ઓછા 8 ઉમેદવાર વોર્ડ નંબર 8માંથી ચુંટણી લડ્યા હતા.આમ વર્છ 2015માં દાહોદ પાલિકામાં માત્ર 89 ઉમેદવાર મેદાનમાં હતા.જેમાં મુખ્યત્વે ભાજપા,કોંગ્રેસ અને અપક્ષોનોસમાવેશ થાય છે.ત્યારે આ વખતની ચુંટણી એટલા માટે રસપ્રદ બની છે કે 9 પૈકી એક પણ વોર્ડમાં 12 થી ઓછા ઉમેદવાર નથી.

સૌથી વધુ 19 ઉમેદવાર વોર્ડ નં-5માં છે અને સૌથી ઓછા 12-12 ઉમેદવાર વોર્ડ નં-4 અને વોર્ડ નં–8માં છે.કુલ ઉમેદવાર 129 થાય છે જેથી ગત વખત કરતા 30 ઉમેદવારો વધી ગયા છે.આ ઉમેદવારો દ્રારા મતોનુ ધ્રુવીકરણ થશે તે નિશ્ચિત ચે પરંતુ તે કયા ઉમેદવારો ના અથવા તો કયા પક્ષના મતો કાપશે તેનું ગણિત માંડી શકાય તેમ નથી.આમ ઉમેદવારો વધવાને કારણે ઘણાં વોર્ડના પરિણામો પર અસર થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે.હાલ તો તમામ ઉમેદવારો ઢોલ નગારા સાથે પ્રચારમાં જોતરાયેલા છે અને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મતદારો પણ કોઇ પમ ઉમેદવારને નારાજ કરતા જવાબ આપવાનું ટાળી રહ્યા છે પરંતુ મતદારો તેમનો મિજાજ તો 28 ફેબ્રુઆરીએ જ બતાવશે અને સ્થાનિક ચુંટણી હોવાથી મતદારો અને ખાસ કરીને યુવાનો તે દિવસની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો વોર્ડ નં 2015 2021 1 10 14 2 12 12 3 12 13 4 14 12 5 14 19 6 09 16 7 10 15 8 08 12 9 10 16 કુલ 99 129

આપની એન્ટ્રી થી અંકગણિત બદલાઇ શકે દાહોદ નગર પાલિકાની ગત ચુંટણીમા 9 વોર્ડમાં માત્ર ભાજપા,કોંગ્રેસ અને અપક્ષો જ ઉમેદવાર હતા.એક માત્ર વોર્ડમાં એનસીપીનો ઉમેદવાર હતો.જ્યારે આ વખતે એક વોર્ડમાં બીટીપી સહિત તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.કેટલીક બેઠકો પર તેના ઉમેદવારો નથી પરંતુ જે બેઠકો પર આપના ઉમેદવારો છે તે કોઇને કોઇ પક્ષોના મતોતોડશે તો પરિણામ પર તેની અસર થવાની સંભાવનાનો ઇનકાર કરી સકાતો નથી.

અપક્ષોની સંખ્યા પણ વધી ગઇ છે ગત વખતે 9 વોર્ડમાં મળીને કુલ 25 અપક્ષ મેદાનમાં હતા જ્યારે આ વખતે કુલ 30 અપક્ષો મેદાનમાં છે.ગત વર્ષે સૌથી વધુ 6-6 અપક્ષો વોર્ડ નં 4 અને 5માં હતા.વોર્ડ ન-8માં એક પણ અપક્ષ ઉમેદવાર ન હતો જ્યારે આ વખતે તમામ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે.જેમાં સૌથી વધુ 7-7 અપક્ષો વોર્ડ નં-5 અને 7 માં છે.આ અપક્ષો પણ પરિણામ પર અસર કરી શકે છે.તેમાંયે જે પક્ષના બળવાખોર હશે તે પક્ષના માન્ય ઉમેદવારના તો પણ તોડી શકે તેમ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: