પાણી ચોરી: ​​​​​​​ઝાલોદના જેતપુરમાં માછણનાળાની પાઇપ લાઇનનો વાલ ખોલી પાણી ચોરીનો પર્દાફાશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

વાલ ખોલી નાંખતા પાણીનો વેડફાટ

  • વાલ ખોલીને કુવો ભરવામાં આવે છે ત્યારે પાણીનો વ્યાપક વેડફાટ થાય છે
  • સતત બે દિવસથી વાલ ખોલી નંખાતા પીવાના પાણીના ફુવારા ઉડે છે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુરમાંથી પસાર થતી માછણનાળા યોજનાની પીવાનાં પાણીની પાઇપ લાઇનનો વાલ ધણી વાર સ્થાનિકો ખોલીને પાણી મેળવતા હોય છે, પરંતુ તેને લીધે પાણીનો વેડફાટ પણ થાય છે. હાલમાં પણ વાલ ખોલી નાખતા ફરીથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ અંગે પુરવઠા વિભાગે પાણી બંધ કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

પાણી માટે વિવિધ યોજનાઓ કાર્યરત
દાહોદ જિલ્લામાં પીવાના પાણી ઘર ઘર સુધી પહોંચે તેવા હેતુથી કરોડો રુપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં ભાણાસીમળ યોજના, કડાણા યોજના, માછણનાળા યોજના તેમજ હાલમાં જ હાફેશ્વર યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. આ સિવાય પણ ગામડે ગામડે મીની પાણી પુરવઠા યોજનાઓ ચાલી રહી છે. બીજી તરફ જિલ્લામાં પાણી ચોરીની ઘટનાઓ પણ નવી નથી.

વાલ ખોલી નાંખતા પાણીનો વેડફાટ
પાણી મેળવવા માટે ઘણી વખત પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવે છે. તેને કારણે પાણીનો વ્યય થાય છે. તેવી જ રીતે હાલમાં પાણી ચોરીનો નવો કીમીયો જાણવા મળ્યો છે.તે પ્રમાણે ઝાલોદ તાલુકામાં કાર્યરત માછણંનાળા યોજના જેતપુર ગામમાંથી પસાર થાય છે. તેની પાઇપ લાઇનનો વાલ બે દિવસથી કોઇ ખોલીને કુવો ભરીને ફરીથી વાલ બંધ કરી દેવામાં આવે છે. જ્યારે વાલ ખોલવામાં આવે છે ત્યારે પાણીનો વ્યાપક પ્રમાણમાં વેડફાટ થાય છે. શુક્રવારે પણ વાલ ખોલી દેવામાં આવ્યો હતો ત્યારે શનિવારે પણ ફરીથી બપોરે વાલ ખોલી દેતાં પાણીના ફુવારા ઉડ્યા હતા.

વાલ ખોલી નાખવામાં આવે છે
ઝાલોદ વિભાગના માંછણનાળા વિભાગના ઇજનેરે જણાવ્યુ હતુ કે, જેતપુરમાં પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં નથી આવ્યુ પણ વાલ ખોલી નાખવામાં આવે છે. ગઇકાલે પણ વાલ ખોલીને કુવો ભરી દેવામાં આવ્યો હતો ત્યારે આજે પણ ફરી વાલ ખોલી નંખયો હતો. સ્થાનિકો પાણી લઇને ફરી વાલ બંધ પણ કરી દેતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: