પાંચીયાસાળમાં મિત્ર માટે બે મિત્રો દ્વારા સગીરાનું અપહરણ

  • મિત્ર સાથે લગ્ન કરાવવાના ઇરાદે કૃત્ય

દિવ્ય ભાસ્કર

Aug 07, 2020, 04:00 AM IST

દાહોદ. બારિયા તાલુકાના પાંચીયાસાળ ગામમાં બે મિત્રોએ પોતાના મિત્ર સાથે લગ્ન કરાવવાના ઇરાદે એક સગીરાનું અપહરણ કર્યુ હતું. યુવકના ઘરે ગોંધી રખાયેલી સગીરા છટકીને ઘરે આવતા સઘળી હકિકત જાણવા મળી હતી. ગજાપુરા ગામે રહેતા પીન્ટુભાઈ પોપટભાઈ બારીયા તથા દિનેશભાઈ જુવાનસિંહ બારીયાએ પોતાના જ ગામમાં રહેતા પોતાના મિત્ર અર્જુનભાઈ લક્ષ્મણભાઈ બારીયાની પત્નિ તરીકે રાખવા માટે પાંચીયાસાળ ગામે જઇને સગીરાનું અપહરણ કરી ગયા હતાં. બંને મિત્રોએ સગીરાને અર્જુનના ઘરે જઇને તેને સોંપી દીધી હતી. અર્જુનના ઘરે ગોંધી રખાયેલી સગીરા છટકીને પોતાના ઘરે આવ્યા બાદ તેના ગુમ થવા પાછળની હકિકત જાણવા મળી હતી. આ મામલે સગીરાએ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: