પહેલા 11 દિવસમાં 67, અંતિમ 11 દિવસમાં 332 પોઝિટિવ કેસ

  • જુલાઇના 525 કેસમાંથી 332 ફક્ત 11 દિ’માં નોંધાયા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:00 AM IST

દાહોદ. સરકારના નવા જાહેરનામા મુજબ અનલોક-4 આજે તા.1-8-’20 થી લાગુ પાડનાર છે અને તેમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. દાહોદમાં અગાઉ અનલોક 1 અને 2 માં દાહોદમાં લોકો આરંભે થોડા સાવચેત હોઈ વધુ લોકજાગૃતિ હતી, સાથે બહારથી આવાગમન જડબેસલાક બંધ હતું એટલે જે લોકો બહારથી દાહોદમાં યેનકેન પ્રકારેણ આવી જતા હતા તેઓ જ સંક્રમિતો તરીકે નોંધાતા હતા.

દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે
બાદમાં લાંબા સમય ઘરે બેસી રહેવાને લઈને લોકો થોડા વધુ બેફિકરા બન્યા અને બહાર હરવાફરવા સાથે વ્યાપાધંધા વિના પણ આર્થિક મુશ્કેલીઓ વધી અને ઉપરથી ઘરે રહી રહીને લોકો કંટાળ્યા હોઈ વ્યવસાયો આરંભ્યા. બાદમાં માસ સંક્રમણ વધ્યું અને દાહોદ જોતજોતામાં કોરોનાનું હોટસ્પોટ બનતું ગયું. હવે તો એક-એક પરિવારમાંથી અનેક લોકો, કોરોના સંક્રમિતો તરીકે બહાર આવતા ગયા છે.અને તેમાંય અનલોક-3 માં અન્ય સ્થળોએથી આવાગમન વધવા સાથે કંટાળેલા લોકો બિનજરૂરી બહાર ફરતા થતા તા.1 જુલાઈથી આરંભાયેલ અનલોક-3 ના એક જ મહિનામાં દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 70% થી વધુ કેસો માત્ર દાહોદ શહેરના જ હોવાની માહિતી છે.

વધુ માત્રામાં કોરોના વાયરસ ફેલાશે તેવી પણ ચર્ચાઓ આરંભાઈ
અગાઉના 10 દિવસ બધું સમુસુતરું રહ્યા બાદ અતિશય માત્રામાં કેસો વધતા તા.19 -7-’20 ના રોજ દાહોદ શહેરની વિવિધ જ્ઞાતિમંડળો સાથે ધાર્મિક સંસ્થાઓ અને દાહોદ નગર પાલિકા પણ મેદાને પડી અને લોકોને તા.31-7-’20 સુધી સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરી પણ તેને પણ જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નથી. તા.1 થી 31 જુલાઈના 31 દિવસ દરમ્યાન દાહોદમાં કુલ મળીને 525 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતો પૈકી વધુ વજન ધરાવતા, ડાયાબીટીસ કે અન્ય વ્યાધિઓથી પીડાતા કે બેફિકરાઈથી છેલ્લે છેલ્લે જાગીને ટેસ્ટ કરાવવા ગયેલા અનેક લોકોને કંટ્રોલ નહીં થતા અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે અનલોક-4 ની વધુ છૂટછાટથી લોકો વધુ મુક્ત રીતે બહાર નીકળતા ઉલ્ટાનું દાહોદ શહેર સહિત જિલ્લામાં વધુ માત્રામાં કોરોના વાયરસ ફેલાશે તેવી પણ ચર્ચાઓ આરંભાઈ છે

છેલ્લાં 11 દિવસમાં પાંચ ગણા કેસ
તા.1 જુલાઈએ દાહોદમાં માત્ર 2 કેસ નોધાયા હતા. તો જુલાઈના પ્રથમ 10 દિવસમાં દાહોદ જિલ્લામાં કુલ મળીને 64 કેસ આવ્યા હતા તેની સામે જુલાઈમાં જ તા.11 થી 20 ના બીજા 10 દિવસમાં જિલ્લામાં પ્રથમ 10 દિવસ કરતા લગભગ બમણા એટલે કે 129 કેસ નોંધાવા પામ્યા હતા. અને ત્યારબાદ તા.21 થી 31 ના 11 દિવસમાં,જુલાઈના જ પહેલા 10 દિવસ કરતા પાંચ ગણા અર્થાત્ અન્ય 332 કેસ નોંધાવા પામ્યા છે. આમ, જુલાઈ માસના 31 દિવસમાં જ કુલ મળીન 525 કેસ નોંધાયા છે. જે પૈકી 332 તો માત્ર છેલ્લા 11 દિવસમાં જ નોંધાયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: