પરિવાર નિયોજન: દાહોદ જિલ્લામાં ‘નાનું કુંટુંબ, સુખી કુંટુંબ’ સૂત્રને ધ્યાનમાં રાખી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- વસ્તી નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી અપાઇ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પખવાડિયા દરમિયાન લોકજાગૃતિના કાર્યક્રમ યોજ્યા
વિશ્વમાં વસ્તીની સ્થિરતા લાવવા અને આ અંગે જનતામાં જાગૃતિ લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત તા. 27 જૂનથી 10 જુલાઈ દરમિયાન દાહોદ જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સમગ્ર પખવાડિયા દરમિયાન લોકજાગૃતિ તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજયા હતા. જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાની રાહબરીમાં આ કાર્યક્રમો યોજાયા હતા.
જનજાગૃતિ અર્તગત દંપતી સંપર્ક પખવાડિયુ અને જનસખ્યાં સ્થિરતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દ્વારા પોતપોતાના વિસ્તારમાં આ કાર્યક્રમ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ સાથે કુટુંબ કલ્યાણ પ્રદર્શન, જરૂરતમંદ લાભાર્થીઓને કુટુંબ નિયોજન અંગે માહિતી, આઇઈસી દ્વારા બેનર, પોસ્ટર અને હોન્ડિંગ લોગો, સુત્રો, પ્રદર્શન વગેરે દ્વારા પ્રચાર અને પ્રસારની કામગીરી સરસ રીતે કરાઇ હતી.
ઉક્ત સમયગાળામાં કુટુંબ કલ્યાણ ક્ષેત્રે કાયમી ઓપરેશનમાં સ્ત્રી ઓપરેશન 37, આ ઉપરાંત બિનકાયમી પદ્ધતિઓમાં કોપર ટી 1862 ઓપરેશન, નિરોધ 1 લાખ 36 હજાર 860, ઓરલ પીલ્સ 14019, અંતરા 352 જેવી કામગીરી એક અભિયાનરૂપે કરવામાં આવી હતી.
આ ઉપરાંત તા. 11 જુલાઈ થી 24 જુલાઈ દરમિયાન લક્ષિત દંપતીઓની કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે પુરૂષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર-એકસઇ/પીપીઆઇયુસીડી, ઓરલ પિલ્સ, છાયા, અંતરા, નિરોધ વગેરે પદ્ધતિઓથી રક્ષિત કરી ‘નાનું કુટુંબ-સુખી કુટુંબ’નું ધ્યેય લક્ષમાં રાખી વસ્તી નિયત્રણ તેમજ બે બાળકો વચ્ચે અંતર રાખી માતા અને બાળકનું આરોગ્ય સુદ્રઢ થાય તે માટે કુટુંબ કલ્યાણ લક્ષિત સેવાઓ આપવામાં આવી રહી છે.
એક દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂ. 6 હજારના રાષ્ટ્રીય બચતપત્ર અને બે દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂ. 5 હજારના રાષ્ટ્રીય બચતપત્ર આપવામાં આવે છે. પુરૂષ નસબંધી કરાવનારને રૂ. 2 હજાર અને સ્ત્રી નસબંધી કરાવનારને રૂ. 1400 તેમજ પ્રસુતિ બાદ 7 દિવસમાં કાયમી સ્ત્રી નસબંધી કરાવનારને રૂ.2200 સહાય આપવામાં આવે છે.
પ્રસુતિ બાદ 48 કલાકમાં પીપીઆઇયુસીડી મુકાવાનારને રૂ.300 ની સહાય આપવામાં આવે છે. આ વર્ષે 11 જુલાઈ-2021ના રોજ વિશ્વ વસ્તી દિવસનું સૂત્ર ‘આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી’ને લક્ષમાં રાખીને સમગ્ર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
દાહોદ જ્લ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડીયાએ વિશ્વ વસ્તી દિવસ પખવાડિયા દરમિયાન તમામ લક્ષિત દંપતિઓ પરિવારની આરોગ્ય સુખાકારી માટે કુટુંબ કલ્યાણ સેવાઓનો લાભ અવશ્ય લે તેવી અપીલ કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed